રાશિફળ 21 નવેમ્બર 2026: મેષથી મીન રાશિનું આજનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે રાહત

મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઉચાટ રહે.
વૃષભ : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય.
મિથુન : આપને દિવસ દરમિયાન સતત કોઈને કોઈ કામકાજ રહ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા થતી જાય.
કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સરળતા રહે.
સિંહ : આપને તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. અનિચ્છાએ કામમાં જોડાવું પડે. ભૂલોથી સંભાળવું.
કન્યા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરદેશના કામમાં, ધર્મકાર્ય-શુભકાર્યમાં સાનુકૂળતા રહે.
તુલા : નોકરી-ધંધાની સાથે બીજું કાંઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃશ્ચિક : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેવતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
ધન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સાનુકૂળતા રહે.
કુંભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ જણાય.
મીન : રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સંતાનના પ્રશ્ને નિર્ણય લેવામાં સરળતા રહે.
અગ્નિદત્ત પદમનાભ












