આજનું તારીખ 11 જૂન 2024નું રાશિફળ, આ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની
મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું. વૃષભ :

મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.
વૃષભ : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. અગત્યના કામ અંગેની મુલાકાત થાય.
મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક સામાજિક વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને કામ ઉકેલાતાં રાહત રહે.
કર્ક: આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થતાં આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્ત્વના નિર્ણય લઇ શકાય.
સિંહ : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. ખર્ચ-ખરીદી રહે.
કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઉકેલ આવે. પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી કામમાં સરળતા રહે.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર મિત્રવર્ગ સગા સંબંધીવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ અનુભવાય.
વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.
મકર : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં સાનુકુળતા રહે.
કુંભ : હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડનો અનુભવ થાય.
મીન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ ફાયદો મળી રહે.








