11-12-2024, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાચવેત
તા.૧૧-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- રેવતી આ પણ વાંચો :દેવતાઓ પાસે દીવા કેમ પ

તા.૧૧-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- રેવતી
આ પણ વાંચો :દેવતાઓ પાસે દીવા કેમ પ્રગટાવવામાં આવે છે? જાણો તેનું સાચું કારણ
( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )
મેષ રાશિઃ
કાર્ય સ્થળ પર સ્ત્રી વર્ગ તરફથી વિશેષ મદદ મળી રહેશે.
પ્રોપર્ટીને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
અતિ માનસિક વિચારણા કારણે ઊંઘ પર અસર થઈ શકે છે.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
વૃષભ રાશિઃ
વ્યાપારી વર્ગને વ્યાપારમાં ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે.
સંતાનના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
વાહનની ખરીદી થઇ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
મિથુન રાશિઃ
વિદેશ જવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પ્રોપર્ટીને લગતા કાર્ય કાળજી પૂર્વક કરવા.
કર્ક રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
સિંહ રાશિઃ
પારિવારિક સમસ્યાના કારણે મન અશાંત રહેશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
કન્યા રાશિઃ
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નવી નોકરીની પ્રાપ્ત થઈ શકે છે.
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનું નિરાકરણ થશે.
તુલા રાશિઃ
ઉતાવળે નિર્ણય લેવાથી મુશ્કેલી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
આકસ્મિત ધન લાભ થઈ શકે છે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
વૃશ્ચિક રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં આધારે મહેનત કરવી પડશે.
પેટ્રોલિયમ જેવા પદાર્થના વેપારીને આવકનું પ્રમાણ વધશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
ધન રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
વાહન ચાલવતા સાચવવું.
મકર રાશિઃ
ચિત્રકલા જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
નાના ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
આવકના માર્ગમાં વધારો થશે.
કુંભ રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવો.
પારિવારિક સુખ સારું રહેશે.
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
મીન રાશિઃ
ટેકનોલોજીકલ ફિલ્ડમાં રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
વ્યાપારી વર્ગે વ્યાપાર ક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે.








