10 માર્ચ 2025, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમાં રહેશે આનંદ
મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના

મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં રૂકાવટ રહે.
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થાય.
મિથુન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. કામનો ઉકેલ આવતાં રાહત જણાય.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
સિંહ : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. નાંણાકીય જવાબદારીવાળા કામમાં આપે સંભાળવું પડે.
કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જતાં લાભ થાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના, કામમાં સાનુકુળતા રહે.
વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય થવાથી આનંદ જણાય.
ધન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં મુશ્કેલી જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ જણાય.
કુંભ : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.
મીન : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો જણાય.








