મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

26 માર્ચ 2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે ગુડ ન્યૂઝ  

મેષ : આપના કાર્યની સાથે સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગ ઘર-પરિવારના કામ અંગે વ્યસ્તતા દોડધામ જણાય. કામનો ઉકેલ આવતાં રાહત

26 માર્ચ 2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે ગુડ ન્યૂઝ  

મેષ : આપના કાર્યની સાથે સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગ ઘર-પરિવારના કામ અંગે વ્યસ્તતા દોડધામ જણાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

વૃષભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. મિલન-મુલાકાત થઇ શકે. બપોર પછી કામની વ્યસ્તતા વધે.

મિથુન : બપોર સુધી આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ત્યારબાદ આપને રાહત થતી જાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ રહે.

સિંહ : આપના કાર્યની સાથે કોર્ટ કચેરીના કામ અંગે દોડધામ રહે. સીઝનલ ધંધામાં નાણાનું ધ્યાન રાખવું. દિવસાન્તે રાહત જણાય.

કન્યા : વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. બપોર પછી ખર્ચ ખરીદી જણાય.

તુલા : આપના કામમાં રૂકાવટ અનુભવાય. ઘર-પરિવારની ચિંતાને લીધે કામમાં મન લાગે નહીં. બપોર પછી આપને રાહત થતી જાય.

વૃશ્ચિક : આપના કામમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બપોર પછી આપે ધ્યાન રાખવું પડે.

ધન : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામ રહે. ધંધામાં આવક જણાય. ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.

મકર : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સામાજિક વ્યવહારિક કામકાજ રહે.

કુંભ : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. કોર્ટ-કચેરીના કામમાં ધ્યાન રાખવું. ખર્ચ જણાય.

મીન : આપના કામમાં પુત્ર પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહેતાં કામમાં સરળતા રહે. બપોર પછી વાદ-વિવાદથી સંભાળવું પડે.

આ સમાચાર શેર કરો