મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આ રાશિઓ માટે અશુભ છે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આર્થિક નુકસાન થવાની સંભાવના

વૈદિક પંચાંગ અનુસાર વર્ષનું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બર, રવિવા

આ રાશિઓ માટે અશુભ છે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આર્થિક નુકસાન થવાની સંભાવના

વૈદિક પંચાંગ અનુસાર વર્ષનું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બર, રવિવારના રોજ થવા જઈ રહ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ દિવસે સર્વપિતૃ આમસ પણ છે અને આ દિવસે પિતૃ પક્ષનું સમાપન પણ થઈ રહ્યું છે. તેથી આ દિવસે થઈ રહેલા સૂર્ય ગ્રહણને જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષોનું માનવું છે કે અમાસના દિવસે આ ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ સ્વરૂપે હશે જે ભારતમાં નહીં દેખાઈ. આ જ કારણે તેના સૂતકનો સમય પણ લાગુ નહીં થાય, જ્યોતિષોના મત અનુસાર આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં થશે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આ ગ્રહણનું પરિણામ અમુક રાશિઓ માટે અશુભ સાબિત થશે. તો અહીં જાણો કઈ છે તે રાશિઓ...

કન્યા રાશિ (Virgo Zodiac)

કન્યા રાશિના જાતકોને આ સમયે વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યોતિષના મતે આ સમયે આચનક આર્થિક નુકસાન થઈ શકે છે. રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે, તેથી પૈસાની લેતી-દેતી ટાળો. વેપારમાં મોટા સોદાઓથી દૂર રહો. નોકરીમાં દબાવ વધી શકે છે. અંગત જીવનમાં પણ સંઘર્ષની સ્થિતિ બની શકે છે. ઘરના માહોલમાં અશાંતિ ફેલાઈ શકે છે. આ સમયે કોઈ મોટા નિર્ણયો લેવાનું સ્થગિત રાખો. 

વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)

આ ગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો માટે આર્થિક બાબતોમાં પડકારરૂપ હોઈ શકે છે. આર્થિક ખર્ચ આચનક વધી શકે છે. કોઈપણ નાણાંકીય નિર્ણયો જોઈ વિચારીને કરો. ઉતાવળમાં લેવાયેલા નિર્ણય ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. માનસિક તણાવ અને શારીરિક થાક પણ અનુભવાઈ શકે છે, તેથી પોતાને શાંત રાખો અને ધ્યાન કરો. 

મકર રાશિ (Capricorn Zodiac)

આ છેલ્લું ગ્રહણ મકર રાશિના જાતકો માટે શુભ નથી. આ દરમિયાન કામમાં પ્રેશર વધી શકે છે. વેપારીઓને થોડી મુશકેલીઓ સહન કરી શકવી પડે છે. આ સમયે કોઈ મોટા નિર્ણયો લેતા પહેલા ખૂબ વિચારો. આ સામયે લેવાયેલા ખોટા નિર્ણયોથી કામકાજ પર ઊંડો પ્રભાવ પાડી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. 

આ સમાચાર શેર કરો