Solar Eclipse 2024 : 8 એપ્રિલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં
વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ સોમવારની રાત્રે લાગશે. સૂર્યગ્રહણને લઈને લોકોના મનમાં અનેક

વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ સોમવારની રાત્રે લાગશે. સૂર્યગ્રહણને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. જેમ કે આ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે? સૂર્યગ્રહણ કયા સમયે લાગશે? શું સૂતક કાળના નિયમો ભારતમાં માન્ય રહેશે? આજે અમે તમને આ તમામ પ્રશ્નોના જવાબ વિગતવાર આપીશું. તમને જણાવી દઈએ કે, સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે.
સૂર્યગ્રહણ ક્યારે લાગશે?
ભારતીય સમય અનુસાર વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલના રોજ રાત્રે 9:12 વાગ્યાથી શરૂ થશે. જે મોડી રાત લગભગ 2:22 વાગ્યા સમાપ્ત થશે. સૂર્યગ્રહણનો સમયગાળો 05 કલાક 10 મિનિટનો રહેશે.
અમેરિકા સહિત આ દેશમાં દેખાશે સૂર્યગ્રહણ
8 એપ્રિલ સોમવારના રોજ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. આ આ સૂર્યગ્રહણ અમેરિકા, ગ્રીન લેન્ડ, મેક્સિકો, કેનેડા વગેરે દેશોમાં દેખાશે. જોકે, ભારતમાં દેખાશે નહીં.
ભારતમાં સૂતક કાળના નિયમો માન્ય રહેશે નહીં
સામાન્ય રીતે સૂર્યગ્રહણના લાગ્યાના 12 કલાક પહેલા સૂતક કાળના નિયમો લાગુ થઈ જાય છે. સૂતક કાળમાં શુભ કાર્યો કરવામાં આવતા નથી. તેમજ દેવી-દેવતાઓની મૂર્તિઓની પૂજા કે સ્પર્શ કરવામાં આવતો નથી. આ સમય દરમિયાન ભોજન બનાવવાનું ટાળવું જોઈએ. જોકે, 8 એપ્રિલનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરિણામે સૂતક કાળના નિયમો માન્ય રહેશે નહીં. તમે તમારા રોજિંદા કામ કોઈપણ સંકોચ વિના કરી શકશો.






