શારદીય નવરાત્રીનો બીજો દિવસ: મા બ્રહ્મચારિણીની પૂજા વિધિ, મંત્ર, શુભ રંગ અને આરતી
શારદીય નવરાત્રીના બીજા દિવસે આદિશક્તિના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. 'બ્રહ્મ' એટલે તપસ્યા અને 'ચારિણી' એટલે આચરણ કરનારી; આમ બ્રહ્મચારિણી એટલે કઠોર તપસ્યાનું આચરણ કરનાર દેવી.

શારદીય નવરાત્રીના બીજા દિવસે આદિશક્તિના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. 'બ્રહ્મ' એટલે તપસ્યા અને 'ચારિણી' એટલે આચરણ કરનારી; આમ બ્રહ્મચારિણી એટલે કઠોર તપસ્યાનું આચરણ કરનાર દેવી. મા બ્રહ્મચારિણી શ્વેત (સફેદ) વસ્ત્રો ધારણ કરે છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ શોભે છે.
દેવીનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને તેજોમય છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, મા બ્રહ્મચારિણી મંગળ ગ્રહ પર આધિપત્ય ધરાવે છે. તેથી તેમની આરાધના કરવાથી કુંડળીમાં રહેલા મંગળ દોષના નકારાત્મક પ્રભાવો શાંત થાય છે અને વ્યક્તિમાં ધૈર્ય, સંયમ તથા આત્મવિશ્વાસ વધે છે.
પૂજા વિધિ અને મહત્વના મંત્રો
સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. માતાજીને પંચામૃતથી સ્નાન કરાવી ચંદન, અક્ષત, સુગંધિત પુષ્પો (ખાસ કરીને કમળ કે જાસૂદ) અર્પણ કરો. મા બ્રહ્મચારિણીને ખાંડ, સાકર અથવા દૂધની સફેદ મીઠાઈનો ભોગ અતિ પ્રિય છે.
મૂળ મંત્ર:
ॐ देवी ब्रह्मचारिण्यै नमः
નવરાત્રીના બીજા દિવસે પૂજા અને વસ્ત્રો માટે સફેદ અથવા પીળો રંગ સૌથી શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય હળવો લીલો કે આકાશી વાદળી રંગ પણ સકારાત્મક ઊર્જા અને શાંતિનું પ્રતીક છે.
નવરાત્રી દિવસ 2 આરતી (માતા બ્રહ્મચારિણીની આરતી)
जय अंबे ब्रह्माचारिणी माता। जय चतुरानन प्रिय सुख दाता।
ब्रह्मा जी के मन भाती हो। ज्ञान सभी को सिखलाती हो।
ब्रह्मा मंत्र है जाप तुम्हारा। जिसको जपे सकल संसारा।
जय गायत्री वेद की माता। जो मन निस दिन तुम्हें ध्याता।
कमी कोई रहने न पाए। कोई भी दुख सहने न पाए।
उसकी विरति रहे ठिकाने। जो तेरी महिमा को जाने।
रुद्राक्ष की माला ले कर। जपे जो मंत्र श्रद्धा दे कर।
आलस छोड़ करे गुणगाना। मां तुम उसको सुख पहुंचाना।
ब्रह्माचारिणी तेरो नाम। पूर्ण करो सब मेरे काम।
भक्त तेरे चरणों का पुजारी। रखना लाज मेरी महतारी।
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








