મેષ, મિથુન અને કન્યા રાશિના લોકોને મળી શકે છે કોઈ સારા સમાચાર, વાંચો તમારું 03 મેં 2024નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર:- શતભિષા ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ પારિવારિક સુખ સારું રહેશે. આવક કરતા જાવક

આજનું નક્ષત્ર:- શતભિષા
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
અતિ વિચારના કારણે મન અશાંત રહેશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
વૃષભ રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
સ્ત્રીઓનું સન્માન કરવું.
મિથુન રાશિઃ
કાર્યસ્થળ પર ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે.
આવકનું પ્રમાણ સારું રહેશે.
લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
કર્ક રાશિઃ
કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
સિંહ રાશિઃ
વ્યાપાર કરતાં લોકોના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ત્વચા જન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક સ્થળે પ્રવાસન આયોજન થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
કન્યા રાશિઃ
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
કફજન્ય રોગ થઈ શકે છે.
પિતાની વાતનો અનાદર ન કરવો.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
તુલા રાશિઃ
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
ઉતાવળે કાર્ય કરવાથી મુશ્કેલી ન સર્જાય તે બાબતે સાવચેત રહેવું.
પારિવારિક સુખ સારું રહેશે.
વૃશ્ચિક રાશિ
રિસર્ચ કરતાં વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
ધન રાશિઃ
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શનથી શેરમાં રોકાણ કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
પારિવારિક સુખ સારું રહેશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કુંભ રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે મહત્ત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.
નવા ઘરની ખરીદી કરી શકો છો.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
મીન રાશિઃ
તમે તમારી માહિતી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
વાહન ચલાવતા સાચવવું.
વિદેશથી આવકના નવા સ્રોત મળી આવશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.








