આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, 24 ઓક્ટોબર 2026, શનિવારનું રાશિફળ

મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. સીઝનલ ધંધામાં નુકસાનીથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
સિંહ : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. આનંદ રહે.
તુલા : આપના કાર્યમાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સાસરીપક્ષ - મોસાળપક્ષનું કામકાજ રહે.
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
ન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે. ઘર-પરિવારની ચિંતા રહે.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.
કુંભ : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આવક જણાય. સામાજિક - વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાત થઈ શકે.




