તુલા રાશિના જાતકોને ધંધામાં આકસ્મિક ઘરાકીનો મળશે લાભ, જાણો તમારું 21 મે, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. આપના કામની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ

મેષ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. આપના કામની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો.
વૃષભ : આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ અનુભવાય. સીઝનલ ધંધામાં આપના ગ્રાહકોનું ધ્યાન રાખવું.
મિથુન : આપના કાર્યમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા મળી રહે. હર્ષ-લાભ રહે.
કર્ક : જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી કામ કરવું.
સિંહ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
કન્યા : આપના કામમાં સાનુકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
તુલા : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રૂકાવટ-વિલંબમાં અટવાયેલા કામનો ઉકેલ આવતો જાય.
વૃશ્ચિક : નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. મોસાળપક્ષ-સાસરીપક્ષમાં ચિંતા-ખર્ચનું આવરણ રહે.
ધન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા દોડધામ શ્રમમાં રાહત થતી જાય. પરદેશના કામ થઈ શકે.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. મિત્ર વર્ગનો સહકાર મળી રહે.
કુંભ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા થતી જાય. પરંતુ યાત્રા પ્રવાસમાં ધ્યાન રાખવું પડે.
મીન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં રૂકાવટ રહે.








