મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે, જાણો તા. 16 નવેમ્બર 2024, શનિવારનું રાશિફળ

આજનું નક્ષત્ર:- કૃતિકા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃપ્રેમ સંબંધમાં વૈચારિક મત

વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે, જાણો તા. 16 નવેમ્બર 2024, શનિવારનું રાશિફળ

આજનું નક્ષત્ર:- કૃતિકા

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
 
મેષ રાશિઃ
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
આવકના માર્ગમાં વધારો થશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવો. 
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 

વૃષભ રાશિઃ 
પ્રોપર્ટીને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
ઇન્ટરનેટના માધ્યમથી કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથી સાથે સમય વીતશે. 

મિથુન રાશિઃ 
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
બિનજરૂરી યાત્રા ન કરવી. 
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે. 

આ પણ વાંચો : ગિરનારની લીલી પરિક્રમા સૌથી પહેલા કયા દેવતાએ કરી હતી? જાણો ચાર પડાવનું ધાર્મિક મહત્ત્વ

કર્ક રાશિઃ 
અતિ માનસિક વિચારના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
કોલસાના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં લાગેલું રહેશે. 

સિંહ રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું. 
પારિવારિક સુખ સારું રહેશે. 
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.

કન્યા રાશિઃ 
પારિવારિક સુખ સારું રહેશે.
ઉચ્ચ અભ્યાસ માટે મુસાફરી થઈ શકે છે. 
ધાર્મિકતા તરફ તમારું મનગતિ કરશે. 
કાપડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

તુલા રાશિઃ 
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. 
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત કરી શકે છે.

વૃશ્ચિક રાશિઃ 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
વિદેશ ને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.

ધન રાશિઃ 
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 

મકર રાશિઃ
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

કુંભ રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે. 
વ્યાપાર વિકસિત કરવા પ્રયત્નશીલ વ્યાપારીને સફળતા પ્રાપ્ત થશે.
સ્ત્રી તરફથી મદદ મળી રહેશે. 
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.  

મીન રાશિઃ 
વિદ્યાર્થીને અભ્યાસ વધારે મેહનત પડશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
જીવનસાથી સાથે મન-મેળ રહેશે.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.

આ સમાચાર શેર કરો