મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સિંહ રાશિવાળા લોકોને ધંધામાં આવક જણાય, જાણો તમારું 12 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : અપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય. વૃષભ

સિંહ રાશિવાળા લોકોને ધંધામાં આવક જણાય, જાણો તમારું 12 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : અપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

વૃષભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીર-ધીરે ઉકેલ આવતો જાય. 

મિથુન : નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીના લીધે ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે છે.

કર્ક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

સિંહ : આપના કાર્યમાં સાનુકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે. ધંધામાં આવક જણાય.

કન્યા :  આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ-ઉત્સાહ રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો.

તુલા : આપને કામમાં પ્રતિકૂળતા રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ નિર્ણય કરવા નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

વૃશ્ચિક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

ધન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મિત્રવર્ગનો સાથ મળી રહે.

મકર : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને સરળતા-પ્રગતિ જણાય.

કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.

મીન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય.

આ સમાચાર શેર કરો