મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તુલા રાશિના જાતકોને ધંધામાં લાભ-ફાયદો જણાય, જાણો તમારું 07 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય 

મેષ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. વૃષભ : આપના

તુલા રાશિના જાતકોને ધંધામાં લાભ-ફાયદો જણાય, જાણો તમારું 07 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય 

મેષ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવો. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહી.

મિથુન : આપના કામમાં ઉપરી વર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ-ઉત્સાહ રહે.

કર્ક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. આપના કામમાં કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે. ધંધામાં આવક થાય.

સિંહ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. અગત્યના નિર્ણય લેવામાં સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાત થાય.

કન્યા : આપે કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં આપને રૂકાવટ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ રહે.

તુલા : આપના કામમાં સંતાનો સાથ સહકાર મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.

વૃશ્ચિક : ઘર-પરિવાર-મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધીમે-ધીમે કામનો ઉકેલ આવતો જાય.

ધન : જૂના સ્વજન-સ્નેહી કે મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. નોકરી-ધંધાના કામકાજથી બહારગામ જવાનું થાય.

મકર : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કૌટુબિક - પારિવારિક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહે.

કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. રાજકીય સરકારી કામકાજ થઈ શકે.

મીન : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. નુકશાનીથી સંભાળવું.

આ સમાચાર શેર કરો