મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મકર રાશિના જાતકોને આકસ્મિક લાભના યોગ, જાણો 12 એપ્રિલ, 2024નું રાશિ ભવિષ્ય

મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકુળતા મળી રહે. કુટુંબ પરિવારના સાથ-સહકારથી આનંદ-ઉત્સાહ રહે. વૃષભ : માનસિ

મકર રાશિના જાતકોને આકસ્મિક લાભના યોગ, જાણો 12 એપ્રિલ, 2024નું રાશિ ભવિષ્ય

મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકુળતા મળી રહે. કુટુંબ પરિવારના સાથ-સહકારથી આનંદ-ઉત્સાહ રહે.

વૃષભ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. રાજકીય સરકારી કામકાજમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.

મિથુન : કોર્ટ-કચેરીના કામમાં, ખાતાકીય કામમાં આપને રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. આકસ્મિક ખર્ચના લીધે નાણાંભીડ અનુભવાય.

કર્ક : આપના કામની કદર – પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. આપના દોડધામ શ્રમમાં ઘટાડો થાય.

સિંહ : આપના કાર્યની સાથે અન્ય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. જમીન મકાન વાહનના કામમાં સાનુકુળતા રહે.

કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થાય.

ધન : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

મકર : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

કુંભ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ધીરે ચલાવવું.

મીન : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. કામનો ઉકેલ આવે.

આ સમાચાર શેર કરો