કર્ક, તુલા અને મીન રાશિના લોકોને મળી શકે છે કોઈ સારા સમાચાર, જાણો તા.26/04/2024નું રાશિફળ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ લોખંડની વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.વિદ્યાર્થીને અભ્યા

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
લોખંડની વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
વૃષભ રાશિઃ
આવકના માર્ગમાં વધારો થશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
નાણાંનું રોકાણ કરી શકો છો.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
સ્ત્રીવર્ગ તરફથી મદદ મળી રહેશે.
નાણાકીય ઋણ નું પ્રમાણ વધી શકે છે.
ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે.
કર્ક રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
આકસ્મિક ધનહાનિ થઈ શકે છે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
સિંહ રાશિઃ
વિદેશ જવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે.
વાહન ચલાવતા સાચવવું.
રક્તની ઉણપ વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
માતાના કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
કન્યા રાશિઃ
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
આકસ્મિક ધનહાનિ થઇ શકે છે.
તુલા રાશિઃ
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.
ધન રાશિઃ
ખાણીપીણીને લગતું કાર્ય કરતા લોકોના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
કફજન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરતાં પહેલાં પિતાના આશીર્વાદ લેવા.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
પારિવારિક સુખ સારું રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ટાળવા.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
કુંભ રાશિઃ
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેતી રાખવી.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
વાહન ચલાવતા સાચવવું.
મીન રાશિઃ
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આધ્યાત્મિક માર્ગમાં નાણાંનો ખર્ચ થશે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.








