મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Vastu Tips / ગૃહ પ્રવેશ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, નહીં થાય વાસ્તુ દોષ!

હિંદુ ધર્મમાં જમીન ખરીદવાથી લઈને ઘર બનાવવા અને ઘરમાં પ્રવેશ કરવા સુધી વાસ્તુ નિયમોનું પાલન કરવું મહત્ત્વપ

Vastu Tips / ગૃહ પ્રવેશ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, નહીં થાય વાસ્તુ દોષ!

હિંદુ ધર્મમાં જમીન ખરીદવાથી લઈને ઘર બનાવવા અને ઘરમાં પ્રવેશ કરવા સુધી વાસ્તુ નિયમોનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રનું પાલન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.

આ પણ વાંચો: શું તમે પણ તમારા ઘરની દિવાલ પર મંદિર લટકાવ્યું છે? જાણો આવું કરવું કેટલું યોગ્ય

તેમજ ધન અને વંશમાં વૃદ્ધિ થાય છે. ગૃહ પ્રવેશના સમયે સત્યનારાયણ પૂજા કરવામાં આવે છે. સાથે જ સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે વાસ્તુ નિયમોની અવગણના કરવાથી ઘરના માલિક અને પરિવારના સભ્યો પર અશુભ અથવા ખરાબ અસર પડે છે.

જો તમે પણ ગૃહ પ્રવેશ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે વાસ્તુના આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

ગૃહ પ્રવેશના નિયમો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવાર અને મંગળવારે ગૃહ પ્રવેશ ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં રવિવાર અને મંગળવારે ઘરમાં પ્રવેશ કરવો વર્જિત માનવામાં આવ્યો છે. આ સાથે રિક્ત એટલે કે પ્રતિપદા તિથિએ પણ ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ.

જ્યારે તમે નવા ઘરમાં પ્રવેશ કરો ત્યારે સૌથી પહેલા તમારો જમણો પગ ઘરની અંદર રાખો. આ પછી ઘરના તમામ રૂમમાં દીવા પ્રગટાવો. નવા ઘરમાં આવ્યા પછી, પાણીમાં મીઠું મિક્સ કરો અને આખા ઘરમાં પોતું કરો.

નવા ઘરના રસોડાનું ઉદ્ઘાટન કરવા માટે સૌ પ્રથમ નવા વાસણમાં દૂધ ઉકાળો અને તેનો પ્રસાદ બનાવીને ઘરના દરેકને વહેંચો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવના પાનથી બનેલું તોરણ લગાવો. આ સિવાય ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર મહા, ફાગણ, જેઠ અને વૈશાખ મહિનાને ગૃહ પ્રવેશ માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘરમાં પ્રવેશ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

વાસ્તુ અનુસાર કૃષ્ણ અને શુક્લ પક્ષની દશમી તિથિ પણ ગૃહ પ્રવેશ માટે શુભ માનવામાં આવે છે. આ તિથિએ ઘરમાં પ્રવેશ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને આર્થિક સમસ્યા ઊભી નથી થતી.

જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો છો, ત્યારે તમારે તે રાત્રે ક્યારેય ઘર ખાલી ન કરવું જોઈએ. પરિવારના કોઈપણ સભ્યએ રાત્રે નવા ઘરમાં સૂવું જોઈએ.

ઘરમાં પ્રવેશતા પહેલા ઘરના દરેક ખૂણામાં કપૂર અને ધૂપ સળગાવવા જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેમજ ઘરમાં શુભ શંખ વગાડો અને મંત્રોનો જાપ કરો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો