જો તમારે જીવનમાં સફળ થવું દરરોજ કરો આ કામ, પૈસાની કોઈ દિવસ નહીં પડે કમી
હિન્દુ ધર્મ, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક કાર્યોને ખૂબ જ શુભ

હિન્દુ ધર્મ, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે કેટલાક પ્રતીકોને પૂજનીય માનવામાં આવ્યા છે. તેમની પૂજા અને તેનાથી સંબંધિત ઉપાય જીવનમાં સૌભાગ્ય લાવે છે.
આજે આપણે જાણીએ એક એવો અસરકારક ઉપાય, જેને દરરોજ સવારે કરવામાં આવે તો દરેક કામમાં સફળતા મળે છે.
ગાય સંબંધિત આ ઉપાય તમારું ભાગ્ય ખોલશે
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયની પૂજા કરવામાં આવે છે. ગાય અને તેના સંબંધિત દરેક વસ્તુ જેમ કે દૂધ, ગૌમૂત્ર, ગોબર પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પુરાણો અનુસાર ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે ગાય સંબંધિત કેટલાક ઉપાય કરવાથી જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ આવે છે. કાર્યમાં સફળતા મળે.
1. દરરોજ સવારે સ્નાન કર્યા બાદ ગાયની પૂજા કરો. આમ કરવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આવા લોકોના ઘરે માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે અને અઢળક ધનની પ્રાપ્તિ કરે છે. ગાયની પૂજા કરનારા લોકોને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
2. દરરોજ ગાયને ચારો ખવડાવો. ખાસ કરીને બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો, આમ કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓથી બચી શકાય છે. તેની સાથે કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે.
3. ગાયની પીઠ અને ખુંધને પંપાળવાથી રોગોથી બચી શકાય છે. આ સ્થાન સૂર્ય-કેતુ નાડી છે જે સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.જો કુંડળીમાં ગ્રહો નબળા અને અશુભ પરિણામ આપતા હોય તો કાળી ગાયની પૂજા કરો. આમ કરવાથી ગ્રહની અશુભ અસર દૂર થાય છે અને શત્રુઓ પર વિજય પણ મળે છે.
ડિસક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








