Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Horoscope for 01 September 2026: The people of this zodiac will not take any decision in anger

01 સપ્ટેમ્બર 2026નું રાશિફળ: આ રાશિના જાતકોએ આવેશ-ઉશ્કેરાટમાં કોઈ નિર્ણય લેવા નહીં

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
01 સપ્ટેમ્બર 2026નું રાશિફળ: આ રાશિના જાતકોએ આવેશ-ઉશ્કેરાટમાં કોઈ નિર્ણય લેવા નહીં
સોર્સ : gstv

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ થાય. રાજકીય- સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે.

App Store

વૃષભ : આપે બેંકના, વીમા, કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં કોઈ નિર્ણય લેવા નહીં.

મિથુન : આપને કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપને કામકાજ જણાય. સતત દોડધામ-શ્રમના લીધે થાક-કંટાળો અનુભવાય.

સિંહ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

કન્યા : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. વાહન ધીરે ચલાવવું.

તુલા : સંસ્થાકીયકામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસત રહેવાનું બને. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

વૃશ્વિક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. ખર્ચ-ખરીદી જણાય.

ધન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનની ચિંતા-પરેશાની ઓછી થાય.

મકર : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન વાહનના કામમાં આપે ઉતાવળ ન કરવી. ઉચાટ રહે.

કુંભ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઈ શકે.

મીન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.