મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સવારે ઉઠતાની સાથે જ કરો આ પાંચ કામ, તમને મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદ

દરેક વ્યક્તિ સુખી જીવનની ઈચ્છા રાખે છે. આ સાથે વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં આર્થિક સંકટનો સામનો

સવારે ઉઠતાની સાથે જ કરો આ પાંચ કામ, તમને મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદ

દરેક વ્યક્તિ સુખી જીવનની ઈચ્છા રાખે છે. આ સાથે વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં આર્થિક સંકટનો સામનો ન કરવો પડે. પરંતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ પૈસા બચતા નથી. આવી સ્થિતિમાં વ્યક્તિના મનમાં નિરાશા ઘર કરી જાય છે. જેના કારણે ઘણી વખત માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એવા પાંચ કામો જણાવી રહ્યા છીએ જેને તમારે સવારે ઉઠતાની સાથે જ કરવા જોઈએ. તેનાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે.

આ પણ વાંચો: Vastu tips: ઘરમાં આ પક્ષીઓની લગાવો તસવીર, ઘરમાં રહેશે ખુશહાલ માહોલ 

હથેળીના દર્શન

જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ આનંદથી પસાર થાય છે. સુખી દિવસ પસાર કરવા માટે, તમારે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ તમારા પ્રિય ભગવાનને યાદ કરવા જોઈએ. આ પછી હથેળીઓ જોવી જોઈએ. હાથ તરફ જોઈને,

“कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, 
करमूले स्थितो ब्रह्मा प्रभाते करदर्शनम्”

આ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ કર્યા પછી, હથેળીઓને ચહેરા પર ફેરવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન બ્રહ્મા, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.

જમીનને સ્પર્શ કરો

સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા તમારે હથેળીઓ જોવી જોઈએ અને પછી તમારા પગ જમીન પર મૂકીને પૃથ્વીને પ્રણામ કરવું જોઈએ. પૃથ્વી આપણો ભાર સહન કરે છે, તેથી આપણે તેનો આભાર માનવો જોઈએ.

સૂર્યદેવને જળ ચઢાવો

સૂર્યોદય પહેલા ઉઠો, નિત્ય કામ પૂરા કરી અને સ્નાન કરો. આ પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. આ પાણીમાં લાલ ફૂલ અને કંકુ મિક્સ કરો. આ પછી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો.

તુલસીને જળ અર્પણ કરવું

સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ તુલસીને પણ જળ અર્પણ કરો. તુલસીને જળ અર્પણ કરતી વખતે 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો. તુલસીને જળ અર્પણ કર્યા પછી તેની નીચે દીવો પણ પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે આવું કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

મીઠાના પાણીથી ઘરમાં પોતું કરો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂર્યોદય પહેલા પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં પોતું મારવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ રહે છે.

ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. GSTV તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો