વ્રત દરમિયાન વહેલી સવારે કરો છો આ કામ તો થઈ જાવ સાવધાન, નહીં તો થશે મોટું નુકસાન!
જો તમે પણ વ્રત કે ઉપવાસ રાખતા હોવ તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો, જેથી તમે અજાણતા ઉપવાસ

જો તમે પણ વ્રત કે ઉપવાસ રાખતા હોવ તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો, જેથી તમે અજાણતા ઉપવાસ ન તોડી નાખો. વ્રત કે ઉપવાસ દરમિયાન ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવતો હશે કે શું ટૂથપેસ્ટના ઉપયોગથી ઉપવાસ તૂટી જાય છે? જો તમને હજુ સુધી આ સવાલનો જવાબ ખબર નથી તો અમે તમને જણાવીશું. નિષ્ણાંતોનું કહેવું છે કે ઉપવાસ દરમિયાન ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી ઉપવાસ તૂટી શકે છે.
ટૂથપેસ્ટનો ઉપયોગ કેમ ન કરવો?
નિષ્ણાતોનું કહેવું છે કે ઉપવાસ દરમિયાન ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી ઉપવાસ તૂટવાની શક્યતા વધુ હોય છે. તેમની દલીલ એવી છે કે આજકાલ ટૂથપેસ્ટમાં મીઠું ઉમેરવામાં આવે છે, તેથી તેનો ઉપયોગ કરવમાં આવે તો ઉપવાસ તૂટી જાય છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં પણ ઉપવાસ દરમિયાન મીઠું ખાવું વર્જિત માનવામાં આવે છે.
જો તમે ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરો તો શું કરવું?
ઉપવાસ દરમિયાન મૌખિક સ્વચ્છતા જાળવવા માટે, તમારે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ જેમાં ફ્લોરાઈડ, ટ્રાઇક્લોસન, સોડિયમ લૌરીલ સલ્ફેટ, કૃત્રિમ સ્વીટનર, પ્રોપિલિન ગ્લાયકોલ, ડિફેનોલામાઇન અને પેરાબેન્સ ઓછા હોય.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.






