આજનો દિવસ પૂરો થતા પહેલા કરી લો આ ઉપાય, મા કાલરાત્રિની કૃપાથી મળશે નોકરીમાં સફળતા
15મી એપ્રિલ એટલે કે આજે ચૈત્ર નવરાત્રિનો સાતમો દિવસ છે. નવરાત્રિના સાતમા દિ

15મી એપ્રિલ એટલે કે આજે ચૈત્ર નવરાત્રિનો સાતમો દિવસ છે. નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમને દેવી પાર્વતીની સમકક્ષ માનવામાં આવે છે. મા કાલરાત્રિના નામનો અર્થ થાય છે અંધકારનો નાશ કરનારી દેવી. મા કાલરાત્રિનો રંગ કૃષ્ણ જેવો જ છે. તેઓ ગધેડા પર સવારી કરે છે. આ દેવીને ચાર હાથ છે જેમાંથી જમણા હાથમાં અભય અને વરદ મુદ્રા જ્યારે ડાબા હાથમાં તલવાર અને ખડગ છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી નોકરીમાં સફળતા મળે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
નવરાત્રિના સાતમા દિવસના ઉપાય
- નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ. આ દિવસે રાત્રે જાગરણ કરવું અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો શુભ મનાય છે. તેનાથી નોકરીમાં પ્રગતિની તકો ઉભી થાય છે અને જીવનની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
- નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિને પેઠા અર્પણ કરવા જોઈએ. આવું કરવાથી માતાની કૃપા દ્રષ્ટિ બની રહે છે અને તેમના આશીર્વાદથી શક્તિ અને વિજય પ્રાપ્ત થાય છે. આ ઉપાય અપનાવવાથી વ્યક્તિને કાયદાકીય બાબતોમાં વિજય મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- આ દિવસે દેવીના 32 નામનો જાપ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. સપ્તમીના દિવસે જે ભક્ત રાત્રે 108 વખત માતાના 32 નામનો જાપ કરે છે, માતા તેના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને રોગો અને દુઃખોથી પણ મુક્તિ અપાવે છે.
- નવરાત્રિના સાતમા દિવસે દેવીને ખીચડી અર્પણ કરવી જોઈએ. અડદની દાળની ખીચડી બનાવીને મા કાલરાત્રિને અર્પણ કરો અને પૂજા પછી તેને પ્રસાદ તરીકે લોકોમાં વહેંચો. આ સાથે માતાના આશીર્વાદ જીવનભર રહે છે.
- માતા કાલરાત્રિને જાસુદનું ફૂલ ખૂબ જ પસંદ છે. સપ્તમી તિથિ પર પૂજા દરમિયાન માતાને લાલ જાસુદની માળા અર્પણ કરવી ખૂબ જ શુભ છે. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.






