મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

પિત્તૃ પક્ષ સમાપ્ત થતાં જ આ રાશિઓ પર લાગશે ગ્રહણ, 15 દિવસ સુધી સાવચેત રહેજો!

હાલમાં ચાલી રહેલા પિતૃ પક્ષ 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. તેની સાથે વર્ષ 2024નું છેલ્લું સૂ

પિત્તૃ પક્ષ સમાપ્ત થતાં જ આ રાશિઓ પર લાગશે ગ્રહણ, 15 દિવસ સુધી સાવચેત રહેજો!

હાલમાં ચાલી રહેલા પિતૃ પક્ષ 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. તેની સાથે વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ પણ તે જ દિવસે થવાનું છે. એટલે કે પિતૃ પક્ષ સમાપ્ત થશે તે દિવસે સૂર્યગ્રહણ પણ થશે. આ જ દિવસે સૂર્ય અને શનિનો ષડાષ્ટક યોગ પણ બની રહ્યો છે. સૂર્યગ્રહણ સમયે શનિ અને સૂર્યની એકબીજા પર આઠમી દ્રષ્ટિમાં હશે. પિતૃ પક્ષ સમાપ્ત થતાની સાથે જ કેટલીક રાશિના જાતકોએ 15 દિવસ સુધી સાવધાન રહેવું પડશે. તો અહીં જાણો કઈ રાશિઓ આ સંયોગને લઈને પ્રભાવિત થઇ શકે છે.

મેષ 

મેષ રાશિના જાતકો પર આગામી 15 દિવસ સુધી ગ્રહણની છાયા રહેશે. મેષ રાશિના લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે.

મિથુન

મિથુન રાશિના લોકોની સમસ્યાઓમાં વધારો થઇ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. આ સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખવો જોઈએ. 

કર્ક

આ ગ્રહણના પ્રભાવથી કર્ક રાશિના જાતકોએ પણ સાવધાન રહેવું પડશે. કોઈ પાસેથી ઉધાર લેશો નહી, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કન્યા 

ખર્ચ કરવામાં સાવધાની રાખવી પડશે. સંપતિ સંબંધિત સંકટનો સામનો કરવો પડી શકે છે. વેપાર-ધંધામાં તણાવ રહી શકે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો