તા. 3 જુલાઈ 2024 બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ
આજનું નક્ષત્ર:- રોહિણી( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ ધન આગમનના નવા માર્ગ મળશે. મિત્રો સાથે સમય

આજનું નક્ષત્ર:- રોહિણી
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
ધન આગમનના નવા માર્ગ મળશે.
મિત્રો સાથે સમય વીતશે.
કોલસાના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ઉત્સાહપૂર્વક દિવસ વીતશે.
વૃષભ રાશિઃ
તમારી મોહક વાણીથી લોકો આકર્ષિત થશે.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મિથુન રાશિઃ
ઇલેક્ટ્રોનિક વસ્તુના વ્યાપારીને આર્થિક તો થશે.
વાહન ચાલવતા સાચવવું.
પારિવારિક સુખ સારું રહેશે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.
કર્ક રાશિઃ
દૂધના વ્યાપારીને આર્થિક લાભ થશે.
આકસ્મિક ધન હાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
મિત્રોનો સાથ-સહકાર મળશે.
વિદ્યાર્થી ને અભ્યાસ માં વધારે મેહનત કરવી પડશે.
સિંહ રાશિ:
જ્વેલરીના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદારી સાથે સંબંધ સાચવે.
વાહન ચાલવતા સાચવવું.
કન્યા રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.
પ્રવાહી વસ્તુના વેપારીને આર્થિક લાભ થશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
તુલા રાશિઃ
મકાનની લે-વેચ કરતા વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ વ્યસ્ત રહેશે.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃશ્ચિક રાશિઃ
અટકેલા કાર્ય પૂર્ણ થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
વાહન ચાલવતા સાચવવું.
ધન રાશિઃ
નાણાંનું રોકાણ કરી શકો છો.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
મકર રાશિ:
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કોમ્યુનિકેશનને લગતું કાર્ય કરતાં લોકોને વધારે મહેનત કરવી પડશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કુંભ રાશિઃ
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન થઈ શકે છે.
વાહન ચાલતા સાચવવું.
મિત્રો સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.
મીન રાશિઃ
કોર્ટકેસને લગતા પ્રશ્નનું નિરાકરણ આવશે.
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.








