સ્કૂલવાન ચાલકે 12મા ધોરણની વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, અંગતપળના વિડિયો બનાવી કરતો હતો બ્લેક મેઈલ

રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે સ્કૂલ વાન ચાલક સેફ ઈલીયાઝ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું છે. સ્કૂલ વાન ચાલકે લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. એ પછી આરોપી આ અંગત પળોના વિડિયો ઉતારીને વિદ્યાર્થિનીને બ્લેક મેલ કરતો હતો.
રાજકોટમાં સ્કૂલે જતી વિદ્યાર્થિનીને વાન ચાલકે લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુનિવર્સિટી પોલીસે પોકસો સહિતની કલમના આધારે ગુનો નોંધી વિધર્મી યુવકની ધરપકડ કરી હતી. આરોપીની સ્કૂલ વાનમાં જ ભોગ બનનાર વિદ્યાર્થિની રોજે શાળાએ જતી હતી. આરોપીએ વિદ્યાર્થીનીને ભોળવીને રાજકોટમાં અલગ અલગ હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું.
વિદ્યાર્થિનીની ફરિયાદ પર પોલીસે સ્કૂલવાન ચાલકને દબોચ્યો છે.

