દેશના મોટા ભાગના યુવાનો પાસે રોજગાર શા માટે નથી?
ઓપિનિયન - પી.ચિદમ્બરમ્ દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર તાજેતરમાં બે રિપોર

ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર તાજેતરમાં બે રિપોર્ટ બહાર પડયા છે, જેમાંનો એક રિપોર્ટ સ્મોલ ઈન્ડસ્ટ્રીસ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (સિડબી) અને અન્ય રિપોર્ટ નીતિ આયોગ દ્વારા જાહેર કરાયો છે. આ બન્ને રિપોર્ટ સત્તાવાર છે. આ ઉપરાંત નોંધણી વગરના ઉપક્રમોનો પણ વાર્ષિક સર્વે આવ્યો છે.
પાયાની હકીકતો, વિશિષ્ટતાઓ
ઉપર જણાવેલા બે રિપોર્ટસમાંથી એમએસએમઈ ક્ષેત્ર વિશે પાયાની કઈ હકીકતો જાણી શકાય એમ છે?
* હાલના વર્ગીકરણ પ્રમાણે, માઈક્રો એન્ટરપ્રાઈઝિસ માટે ઈન્વેસ્ટમેન્ટ મર્યાદા રૂપિયા ૨.૫૦ કરોડ છે અને ટર્નઓવર લિમિટ રૂપિયા ૧૦ કરોડ સુધી છે. નાના (સ્મોલ) ઉપક્રમો માટે આ આંક રૂપિયા ૨૫ કરોડ અને રૂપિયા ૧૦૦ કરોડ સુધી અને મધ્યમ ઉપક્રમો માટેનો આંક રૂપિયા ૧૨૫ કરોડ અને રૂપિયા ૫૦૦ કરોડ છે. આ વર્ગીકરણ મારફત ભારતમાં એમએસએમઈની સંખ્યા હજારોમાં છે એ સ્પષ્ટ થાય છે.
* એમએસએમઈમાં સૌથી વધુ સંખ્યા માઈક્રો ઉપક્રમોની છે જેનો એમએસએમઈમાં હિસ્સો ૯૮.૬૪ ટકા, નાના ઉપક્રમોનો ૧.૨૪ ટકા અને મધ્યમનો ૦.૧૨ ટકા જ છે.
* વ્યક્તિગત માલિકી સાથેના ઉપક્રમોની ટકાવારી ૫૯ ટકા, ભાગીદારી સાથેના ઉપક્રમો ૧૬ ટકા, એલએલપી ૧ ટકા, પ્રાઈવેટ લિમિટેડ કંપની ૨૩ ટકા અને પબ્લિક લિમિટેડ કંપનીની ટકાવારી ૧ ટકા છે.
* દેશમાં એકંદર ૭,૩૪,૦૦,૦૦૦ એમએસએમઈ છે. આમાંથી માર્ચ, ૨૦૨૫ના ૬,૨૦,૦૦,૦૦૦ ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલા હતા.
* એમએસએમઈ ક્ષેત્રમાં અંદાજે ૨૪ ટકાનું ધિરાણ અંતર છે (અંદાજે રૂપિયા ૩૦ લાખ કરોડ) સેવા પેટા-ક્ષેત્રમાં આ અંતર ૨૭ ટકા છે અને મહિલાઓની માલિકી સાથેના ઉપક્રમોની ટકાવારી ૩૫ ટકા છે.
* નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતમાંથી માલસામાનની નિકાસમાં એમએસએમઈનું યોગદાન ૪૫ ટકા જેટલું હતું. સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ૨૦૨૪-૨૫માં નિકાસ કરતા એમએસએમઈની સંખ્યા ૧,૭૩,૩૫૦ હતી જે કુલ એમએસએમઈના એક ટકા જેટલી થવા જાય છે. જે માલસામાનની મુખ્યત્વે નિકાસ થાય છે તેમાં રેડીમેડ ગારમેન્ટસ, જેમ એન્ડ જ્વેલરી, લેધર ગુડસ, હેન્ડીક્રાફ્ટસ, પ્રોસેસ્ડ ફૂડ અને ઓટો પાર્ટસનો સમાનેશ થાય છે. ટેકનોલોજી સામાનની નિકાસ નીચી છે.
* એમએસએમઈ માટે અનેક ધિરાણ તથા વિકાસ સ્કીમો છે. આ સ્કીમમાં બે સબ્સિડી સ્કીમ્સ, ચાર ક્રેડિટ ગેરન્ટી સ્કીમ અને ઓછામાં ઓછી ૧૩ વિકાસ સ્કીમ્સ જોવા મળી છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ માટેના બજેટમાં નવા ઉપક્રમો માટે એક સ્કીમ અને ક્રેડિટ કાર્ડ સ્કીમ જાહેર કરાઈ છે. સરકારે નવા ફન્ડ ઓફ ફન્ડસ, ડીપ ટેક ફન્ડ ઓફ ફન્ડસ અને સુધારિત સ્ટ્રીટ વેન્ડર્સ નિધિ (પીએમ સ્વાનિધિ) પણ જાહેર કરાઈ છે.
* રોજગાર નિર્માણ માટે એમએસએમઈ પ્રમુખ સ્રોત છે. આ ક્ષેત્ર દ્વારા અંદાજે ૨૬ કરોડ રોજગાર નિર્માણ કરાયા છે.
રોજગાર જરૂરી પણ કર્મચારીઓનો અભાવ
હવે આપણે આ લેખના મૂળ પ્રશ્ન પર આવીએ. એમએસએમઈ ક્ષેત્ર સામે મોટા પડકારોમાંથી રિપોર્ટમાં જે જણાવાયા છે તેમાં-
* સ્કીલ્ડ લેબરની અછત, સ્કીલની ઉણપ અને ટેલેન્ટને આકર્ષવામાં મુશકેલી છે.
આ નિરીક્ષણો દેશમાં બેરોજગારીની સંપૂર્ણ સ્થિતિ દર્શાવે છે. એવું માની લેવું યોગ્ય ગણાશે કે, મોટા ઉદ્યોગો (રૂપિયા ૧૨૫ કરોડથી વધુના ઈન્વેસ્ટમેન્ટ સાથેના અને રૂપિયા ૫૦૦ કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા) ઉચ્ચ શિક્ષણ અને ઊંચી સ્કીલ સાથેની વ્યક્તિઓને રોજગાર પૂરા પાડે છેે. મોટાભાગના બેરોજગારો પાસે ઊંચી સ્કીલનો અભાવ હોય છે. બીજી બાજુ, એમએસએમઈમાં શ્રમિકની આવશ્યકતા રહે છે. આમછતાં, તેમની પાસે શ્રમિકનો અભાવ અને ટેલેન્ટ આકર્ષવામાં મુશકેલી છે, શા માટે? આની નકારી ન શકાય તેવી સચ્ચાઈ એ છે કે, પ્રથમ તો, નોકરી માટે અરજી કરનારાઓ રોજગારને લાયક શિક્ષણ અને અથવા યોગ્ય સ્કીલ્સ ધરાવતા નથી હોતા અને બીજુ પૂરા પડાતા રોજગાર ઉપક્રમના માળખાને કારણે આકર્ષક નથી હોતા.
પાયાભૂત હકીકતો અને રોજગારની સ્થિતિને સરખાવવામાં આવે તો, ભારતમાં યુવાનોમાં બેરોજગારીનો આંક શા માટે ઊંચો છે તેના કારણો ઓળખી કાઢવાનું મુશકેલ નથી.
*એપ્રિલ, ૨૦૨૫ના ભારતની લોકસંખ્યા ૧૪૬ કરોડ હતી.
*ધ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એટલે લોકસંખ્યાના કેટલા લોકો કામ કરે છે અથવા સક્રિય રીતે રોજગાર ઈચ્છી રહ્યા છે તેની ટકાવારી. આ દર ૫૫.૬૦ ટકા અથવા ૮૧ કરોડ જેટલા છે.
ઉકેલનો માર્ગ
એમએસએમઈમાં ૯૮.૬૪ ટકા સંખ્યા માઈક્રો ઉપક્રમની છે. એકંદર એમએસએમઈમાં પોતાની માલિકીના અને ભાગીદારી સાથેના ઉપક્રમોનો હિસ્સો ૭૫ ટકા છે, આમ એ સ્પષ્ટ થાય છે કે, રોજગાર ધરાવતા ૨૬ કરોડ પરિવારના સભ્યો અને સંબંધીઓ છે જે પરિવાર દ્વારા સંચાલિત ઉપક્રમોમાં કામ કરે છે. નાના અને મધ્યમ (એમએસએમઈના ૧.૩૬ ટકા અથવા ૧૦,૦૦,૦૦૦ જેટલા) જે એવા લોકોને રોજગાર પૂરા પાડે છે જ્યાં માલિક અને નોકરનો સંબંધ છે.
* રોજગારનો પૂરવઠો સદર ૧૦,૦૦,૦૦૦ એમએસએમઈ તરફથી આવવો જોઈએ.
* રોજગારની માગ યુવા પુરુષો તથા મહિલાઓ તરફથી આવવી જોઈએ જેમણે અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય છે અથવા જેમની પાસે શાળા શિક્ષણ અથવા આર્ટસ કે સાયન્સની પાયાની ડિગ્રી હોય છે.
રોજગાર પૂરા પાડતા ઉપક્રમો ધિરાણના અભાવ, જટિલ નિયમનો તથા ફરજપાલનોનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ જેમની રોજગાર જોઈએ છે તેઓ, ગુણવત્તાસભર શિક્ષણ, સ્કીલ્સ તથા તાલીમનો અભાવ ધરાવે છે. એટલે ટેલેન્ટ ઓછી છે.
આ ઉણપો દૂર કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે. આનું પ્રથમ સ્તર સ્કીલ્સ તાલીમ સાથે શાળા શિક્ષણ છે. બીજુ સ્તર છે, એસએમઈને (માઈક્રો ઉપક્રમોને મેં ધ્યાનમાં નથી લીધા) ઉદાર ધિરાણ કમ વ્યાજ સબસિડી સ્કીમનો ટેકો. આને સરળ બનાવો.








