Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Solving beauty problems

Sahiyar: સૌંદર્યની સમસ્યાઓનું નિવારણ

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: સૌંદર્યની  સમસ્યાઓનું નિવારણ
સોર્સ : GSTV

હું ૨૦ વરસની યુવતી છું, વાળમાં મહેંદી લગાડવાથી ફાયદો થાય? એને પધ્ધતિસર લગાડવાની રીત જણાવશો. મહેંદીથી વાળ લાલ-કેસરી રેગના થઈ જાય છે તે મને ગમતું નથી. તો તેવાં ન થાય તે મો શું તકેદારી રાખવી તે પણ જણાવશો.

App Store

-એક યુવતી (વડોદરા)

મહેંદીમાં કુદરતી લાલ રંગ હોય છે તેથી વાળમા ંલગાડવાથી રંગ તો ફરક પડે હા, પરંતુ સફેદવાળ હોય તો તે લાલ-કેસરી અવશ્ય થઈ જશે. કાળા વાળ પર રંગ આવશે નહીં. મહેંદી એ ઉત્તમ કંડિશનર છે.  ૩૦૦ ગ્રામ મહેંદીમાં બે ચમચાબદામનો પાવડર ભેળવી પાણી નાખી ઘટ્ટ બનાવી વાળમાં  નાખવી. ૩૦ મિનિટ રહી વાળ ધોઈ નાખવા. મહેંદીથી વાળ ચમકીલા રેશમ જેવા થાય છે.

હું ૧૩ વરસનો યુવક છું, મારા નાકની ત્વચા તૈલીય છે. અને હંમેેશા મને તે જ સ્થાને ખીલ થાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.

-એક યુવક (ગાંધીનગર)

કિશોરાવસ્થામાં આ પ્રકારની તકલીફ થતી સામાન્ય છે. સૌથી મહત્ત્વનું છે. તમારી ત્વચાને સ્વચ્છ રાખો. ઠંડા ગુલાબજળથી ત્વચા વારંવાર લૂછો. ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો. ખીલને ફોડવાની કે કોતરવાની ભૂલ ન કરશો. રોજિંદા આહારમાંથી ઠંડા પીણા, મિઠાઈ, મસાલેદાર તળેલી વાનગીઓનું પ્રમાણ ઓછું કરી નાખો, એક ચમચો ચણાના લોટમાં લીંબુનો  રસ ભેળવી રોટેટિંગ મેનરમાં લગાડો.    

 હું ૨૫ વરસની યુવતી છું, મારા હાથની ત્વચા કરચલી પડેલી વૃદ્ધ સ્ત્રી જેવી થઈ ગઈ છે. પરિણમે હું અકાળે વૃદ્ધ દેખાવ   છું. કોઈની સાથે હાથ મેળવતો પણ સંકોચ અનુભવું છું. મારી આ સમસ્યાના નિવારણ કરતાં ઉપચાર જણાવશો.

-એક યુવતી (મુંબઈ)

તમે તમારા હાથની કાળજી રાખો છો તે સારું છે. 'સહિયર'ને વધુ પડતા પત્રો ચહેરા તથા વાળની સમસ્યાના જ આવતા હોય છે.  મસાજ ત્વચા માટે ઉત્તમ છે. તે જ રીતે  હાથને મસાજ કરવાથી ફાયદો થશે. ચંદનની પેસ્ટમાં તલનું તેલ ભેળવી હાથ પર મસાજ કરવું. ત્યારબાદ ચંદનની પેસ્ટમાં એક  ઈંડાની સફેદી તથા માટી ભેળવી લગાડવું. સુકાઇ જાય બાદ બરફના ઠંડા પાણીથી ધોઈ નાખવું. ધીરજ રાખશો. અઠવાડિયે એક વખત કરવાથી મહિનામાં ફરક જણાશે.

 મારી આઈબ્રો વધારે પડતી જાડી હોવાથી હું નાનપણથી જ પ્લકરથી વાળ કાઢું છું. મારી બહેનપણીઓ મને આટલી  નાની વયે વાળ કાઢવાની ના પાડે છે. મારી આઈ-બ્રોના જથ્થાને ઓછો કરવાના ઉપચાર જણાવશો.

-એક યુવતી (સુરત)

 વાળનું ઊગવું એ કુદરતી છે. તેને ઊગતા રોકી શકાય નહીં. તમારા વાળનો ગ્રોથ જાડો છે. તે તમારે સ્વીકારવું રહ્યું.   આઈ-બ્રો પરથી વધારાના વાળ દૂર કરી તેને યોગ્ય આકાર આપવામાં કોઈ હાનિ નથી. તમે થ્રેડિંગથી વાળ દૂર કરાવો.

   હું ૨૬ વરસની યુવતી છું, મારા પગ પર સ્ટ્રેચ માર્ક્સ પડી ગયા છે તેને દૂર કરવાના ઉપાચાર જણાવશો.

- એક યુવતી (રાજકોટ)

* નિયમીત મસાજ કરવો એ ત્વચા માટે ઉત્તમ ઈલાજ છે. વિશેષ કરીને સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા શુદ્ધ કોપરેલ અથવા ઓઈલથી મસાજ કરવાથી ફાયદો થશે.

હું ૨૫ વરસની યુવતી છું, મારા વાળ અકાળે ધોળા થવા લાગ્યા છે. મને હેરડાઈથી વાળ કાળા કરવા નથી. મારી આ સમસ્યાના ઉપચાર જણાવશો.

-એક યુવતી (વડોદરા)

અકાળે વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વારસાગત, માનસિક તાણ વાળને  ધોળા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વાળમાં મહેંદી લગાડો. એક કપ આમળાના ટુકડાને લોખંડના વાસણમાં બાળો. કાળી રાખ થઈ જાય બાદ તેને ચાળી વાળમાં નાખવાના તેલ સાથે ભેળવી દો. આ તેલથી અઠવાડિયામાં બે વખત વાળના મૂળને પહોંચે તે રીતે મસાજ  કરી ગરમ પાણીમાં ભીંજવેલા ટુવાલને નીચોવી વાળને બાંધી શેક આપો. નિયમિત કરવાથી ફરક પડશે.

- જયવિકા આશર