Sahiyar: જાણો ગાજર ખાવાના અદભૂત સ્વાસ્થ્યવર્ધક ફાયદા

-ગાજર પેટને સાફ કરે છે, હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે તેમજ રક્તને શુદ્ધ કરે છે. તેમાં હૃદય ઉપચારક ગુણ છે.
-માખણમાં શુદ્ધ કેસર ભેળવી લગાડવાથી હોઠ પર કુદરતી ચમક તથા લાલી આવે છે.
-ખીલની તકલીફથી છૂટકારો પામવા બે ચમચી હળદર, એક ચમચી ચંદન પાવડર, અડધી ચમચી મુલતાની માટી અને થોડા ટીપાં કારેલાના જ્યૂસના ભેળવી પેસ્ટ બનાવી ચહેરા લગાડી ૨૦ મિનિટ પછી ધોઈ નાખવું.
-તેલની કડાઇમાં ચપટી મીઠું ભભરાવવાથી ફીણનો ઊભરો શમી જશેે.
-શરદીમાં પાન પર લવિંગ નાખીને ખાવાથી શરદી જલદી પાકીજાય છે.
-શ્વાસનળીની બીમારીમાં પાન રામબાણ ઇલાજ છે. પાનનું તેલ ગરમ કરી છાતી પર એક અઠવાડિયા સુધી લગાડવું.
-પાનમાં પાકી સોપારી તથા જેઠીમધ નાખી ખાવાથી મન પર સારી અસર પડે છેે.
-ભૂખ વધારવા,તરસ બુઝાવવા અને પેઢાની સમસ્યાથી રાહત પામવા બનારસી તથા દેસી પાન ફાયદાકારક સાબિત થયા છે.
-કાચા ગાજર ખાવાથી જડબાનો વ્યાયામ થાય છે.સલાડમાં ગાજર ઉમેરીને ખાવાથી લાભકારી છે.ઘીમાં મીણ પીગળાવી એક શીશીમાં રાખવું.ઠંડીના દિવસોમાં હોઠ પર નિયમિત લગાડવાથી હોઠ ફાટતા નથી.
- મિનાક્ષી તિવારી

