Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Doctor asks husband about wife's identity, leads to fight at home

સહિયર સમીક્ષા  : ડોક્ટર પત્નીની ઓળખાણથી પતિને પૂછતા ઘરમાં થયા ઝઘડા, ઘરવાળાએ કહ્યું હું એન્જિનિયર છું તો પણ...

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સહિયર સમીક્ષા  : ડોક્ટર પત્નીની ઓળખાણથી પતિને પૂછતા ઘરમાં થયા ઝઘડા, ઘરવાળાએ કહ્યું હું એન્જિનિયર છું તો પણ...
સોર્સ : gstv

મારી પુત્રી કોલેજના બીજા વર્ષમાં ભણે છે. હું જ્યારે પણ તેની ભૂલો તરફ ધ્યાન દોરું છું ત્યારે તે તેની ભૂલો  સુધારવાને બદલે મારી સામું બોલે છે. અમારા ઘરમાં હંમેશા આ બાબત પર કંકાસ થાય છે. તે શાળામાં ભણતી ત્યારે મારી દરેક વાત માનતી હવે તે હું કહું છું તેનાથી બધું વિપરીત જ કરે છે. હું તેનાથી કંટાળી ગઈ છું.

App Store

શીલા ગાંધી (અમદાવાદ)

* તમારી પુત્રીને કાંઈ થયું નથી. તમે નાહકની ચિંતા કરો છો. કિશોરાવસ્થામાં યુવતી પ્રવેશે ત્યારથી તેના સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે. કોલેજમાં સહશિક્ષણ અને મળતી સ્વતંત્રતાને કારણે પણ થોડો ઘણો ફેરફાર શક્ય છે. તમારી પુત્રીને તમે 'દેશી' લાગતા હશો તે પોતાની જાતને હોંશિયાર સમજી બેઠી છે. એ લોકોની ભાષા કહીએ તો પોતાની જાતને 'સ્માર્ટ' સમજે છે. આ તો ફક્ત ઉમરનું પરિવર્તન છે. ઘરમાં કૌટુંબિક માહોલ જાળવી રાખવાથી એના માનસ પર તમારા સંસ્કાર જ અંકિત થવાના છે. તમે તેની સાથે સમજાવટથી અને ધીરજથી કામ લેશો. જરૂર પડે ત્યારે સખત થવાનું પણ ચૂકશો નહીં.

હું ડૉક્ટર છું અને મારા પતિ એન્જિનિયર છે. તેઓ સારી કંપનીમાં ઉચ્ચ પગારદાર છે. અમારા લગ્ન થયે પાંચ વરસ થયા છે. બે વર્ષનો પુત્ર છે. મારી સમસ્યા એ છે કે છેલ્લાં એક વરસથી મારા પતિમાં લઘુતાગ્રંથિ આવી ગઈ છે. તેમને કોઈ એમ પૂછે કે, ''તમેજ ડૉ.ઈલાબહેનના પતિ?'' તો તેમને  અપમાન લાગે છે. તેઓ ઘણીવાર એવું બબડે છે કે ''મારી તો ઓળખ જ ભુંસાઈ ગઈ. મને તો લોકો તારે લીધે જ ઓળખે છે.'' બસ આ વાતને કારણે ઘણી વખત મૂંગામંતર બેઠા રહે છે. નાની નાની વાતમાં પણ ઉગ્ર ઝઘડો કરી બેસે છે. પહેલાં ચાર વરસ તો બહુ આનંદમાં ગયા. મારી સાથે ડૉક્ટરોના દરેક  સેમિનાર કે પ્રોગ્રામ કે પાર્ટીમાં આનંદથી જોડાતા પરંતુ હવે અચાનક તેમને શું થઈ ગયું છે તે સમજ પડતી નથી.

ડૉ.ઈલા મહેતા (અમદાવાદ)

* તેઓ આટલું ભણેલાં હોય અને ઉચ્ચ પગાર ધરાવનાર વ્યક્તિમાં આવી લઘુતાગ્રંથિ આવે તે જ નવાઈની વાત કહેવાય. મને લાગે છે તમારા પતિને 'અહમ્' સતાવી રહ્યો છે. તમે શાંતિથી તમારા પતિ સાથે વાત કરો તમારે આ બાબત ઘણી ધીરજથી સંભાળવી પડશે. વ્યવહાર કુશળતાથી જ આ સમસ્યાનું નિવારણ થઈ શકશે. અંગત વડીલને કહીને પણ તેમને સમજાવી શકાય.

હું ૨૭ વરસની યુવતી છું. પાંચ વરસથી હું એક યુવકના પ્રેમમાં હતી. અમે બંને પ્રેમમાં ગળાડૂબ રહેતાં. અચાનક તેણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો. અને બીજી યુવતીની સાથે લગ્ન કરી લીધાં. મારે હજી પણ તેની સાથે સારા સંબંધ છે, અને હું ઘણી વખત તેની સાથે ફોન પર વાત કરું છું. તેની માતા તેની વહુના વર્તનથી ખુશ નથી.  ઉપરાંત યુવક પણ ખુશ રહેતો નથી. તેઓએ હજી સુધી પોતાનું ઘર પણ ખરીદ્યું નથી. તેની માતા પસ્તાવો કરે છે કે તું મારી વહુ થઈને આવી હોત તો આવા દિવસો ન આવત.  આ વહુ તો પૈસા જ ઉડાવે છે. સમજદારીનું ભાન જ નથી. હું આ વાતો સાંભળી બહુ દુ:ખી થાઉ છું. અમારા પાંચ વરસના સંબંધમાં મેં મારી શારીરિક અને માનસિક શક્તિ વેડફી નાખી હતી.

એક બહેન  (નવસારી)

* જ્યારે યુવકે તમારી સાથે લગ્ન નથી કર્યા પછી વાતનો અંત આવી જાય છે. તમે તેને પત્ની તરીકે સ્વીકાર્ય ન હતા. તેણે તમારી સાથે ફક્ત સમય જ પસાર કર્યો છે. આ યુવક હવે તમારો ભૂતકાળ છે. તમે તેની માતા સાથે પણ સંબંધ રાખો નહીં. તમે કોઈ સારો મુરતિયો જોઈ પરણીને તમારી જિંદગીમાં ઠરીઠામ થઈ જાઓ. હવે  નાહક તમારી શક્તિઓ વેડફવાની મુર્ખાઈ ન કરશો.

હું ૨૧ વરસની યુવતી છું. કોલેજના ત્રીજા વરસમાં ભણું છું. મને મારી માસીના દીકરા સાથે પ્રેમ થઈ ગયો છે. એ પણ મને પ્રેમ કરે છે. અમે એકબીજાને પરણવાનું વચન પણ આપ્યું છે. શું અમે લગ્નસંબંધે બંધાઈ શકશું?

એક યુવતી (મુંબઈ)

* સમાજ આવા સંબંધોને  અપનાવતો નથી. આવા લગ્ન શક્ય જ નથી. તમે અત્યારે ભણવામાં ધ્યાન આપો. અને યુવકને પણ ભણીને નોકરીમાં ઠરીઠામ થવા દો. નાની વયમાં  લગ્નના વિચારો કરી તમારો સમય વેડફો નહીં. બની શકે તેટલો જલ

- નયના