Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Actress Says I Don't Get Satisfied Soon Because...

ફાતિમા સના શેખનો મોટો ખુલાસો:  અભિનેત્રી કહ્યું કે હું જલ્દી સંતુષ્ટ નથી થતી કેમ કે....

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ફાતિમા સના શેખનો મોટો ખુલાસો:  અભિનેત્રી કહ્યું કે હું જલ્દી સંતુષ્ટ નથી થતી કેમ કે....
સોર્સ : gstv

ફાતિમાને એ વાતનો વસવસો છે કે અભિનેત્રીઓના ભાગે આવતાં પાત્રોમાં વૈવિધ્ય અત્યંત મર્યાદિત હોય છે. અદાકારાઓ અનેક લેયર્સ ધરાવતા, ગ્રે અને નેગેટિવ રોલ ભજવવા તરસતી રહે છે.

App Store

ફિલ્મોમાં કામ કરતાં કલાકારોમાંથી ભાગ્યે જ કોઈ અભિનેતા કે અભિનેત્રી એવા હશે જેમને સ્ટારડમની ભૂખ ન હોય. હા. બહુ ઓછા કલાકારો તેમની આ તમન્નાની કબૂલાત કરશે એ જુદી વાત છે. પરંતુ અભિનેત્રી ફાતિમા સના શેખને આ વાતનો કોઈ છોછ નથી. તે અત્યંત સહજતાપૂર્વક કહે છે કે તેને સ્ટારડમ ગમે. અલબત્ત, પડકારજનક કામને અંજામ આપ્યા પછી પ્રાપ્ત થતી પ્રશંસાને પગલે આવતું સ્ટારડમ.

એ વાત સર્વવિદિત છે કે ફાતિમાને તેની ફિલ્મો તેમ જ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના પરફોર્મન્સ માટે ખોબલે ખોબલે પ્રશંસા મળી છે. આમ છતાં તે સ્વયં પોતાના કામથી સંતુષ્ટ નથી. તે કહે છે કે મને અત્યંત અઘરું કામ કરવું છે. જે કામમાં પડકાર હોય, જે કામ કરવા મને પુષ્કળ મહેનત કરવી પડે, હું પોતે ચિંતામાં પડી જાઉં કે આ હું શી રીતે કરીશ? આમ છતાં એ પાત્ર જડબેસલાક રીતે ભજવી શકું એવું કામ કરવું છે.

જોકે ફાતિમાને એ વાતનો વસવસો છે કે અભિનેત્રીઓના ભાગે આવતાં પાત્રોનું વૈવિધ્ય અત્યંત મર્યાદિત હોય છે. અદાકારાઓ વિવિધ સ્તરે પરફોર્મ કરી શકાય એવા, ગ્રે અને નેગેટિવ રોલ ભજવવા તરસતી રહે છે. મને હજી સુધી અત્યંત પડકારજનક, મને ચિંતિત કરી દે એવી ભૂમિકા ઓફર નથી થઈ. હું આજદિન સુધી મારા કામ પ્રત્યે સંતુષ્ટ નથી થઈ શકી. જોકે તે તરત જ ઉમેરે છે કે એક રીતે પોતાના કામ પ્રત્યે સંતુષ્ટ ન થવું એ આગળ વધવા માટેની ભૂખ અકબંધ રાખે છે. જે દિવસે કોઈ કલાકારને પોતાના કામ પ્રત્યે સંતોષ થઈ જાય તે વખતે જ તેની ગતિને બ્રેક લાગી જાય. જો પ્રગતિ કરવી હોય તો મંઝિલ પર પહોંચવાની ઉતાવળ ન કરાય. ફિલ્મોદ્યોગમાં ટકી રહેવા માટે અસંતોષ પ્રથમ શરત ગણાય. અહીં કલાકારો ગમે તેટલાં કીર્તિ-કલદાર મેળવે તોય તેમનું ભાગ્ય 'શુક્રવાર' જ નક્કી કરે. એક નિષ્ફળતા તેમને શિખર પરથી ધક્કો મારીને ખીણમાં ગબડાવી દે. છેવટે તેમને એકડે એકથી શરૂઆત કરવી પડે.

એ વાતમાં બે મત નથી કે ફિલ્મોદ્યોગમાં સાચા વખાણ કરવા સાથે ઠાલી પ્રશંસા કરનારાઓનો પણ તોટો નથી. આમ છતાં ફાતિમા ઇચ્છે છે કે તે એવા લોકોને વધુ પસંદ કરે જે તેના કામમાં ઊણપ કાઢે. અભિનેત્રી કહે છે કે મારી આસપાસના લોકોમાં એકેય વ્યક્તિ એવી નથી જે મને એમ કહે કે તેં ખરેખર બહુ સારું કામ કર્યું છે. મારા મેનેજર મારી ૧૦ ક્ષતિઓ ગણાવશે, પણ મારા કામના વખાણ ક્યારેય નહીં કરે. જો કે મારા માટે આ સારી વાત છે. હું મારી પ્રશંસા સાંભળીને ફૂલાઈ જાઉં તો મારા કામમાં ક્ષતિઓની વણઝાર શરૂ થઈ જાય. જ્યારે ભૂલોમાંથી તમને શીખવા મળે. મારી આસપાસના લોકો મને નમ્ર-વિવેકી રહેવામાં સહાય કરે છે. મારા મતે તેઓ મારા માટે કામ નથી કરતાં, બલ્કે હું તેમના માટે કામ કરું છું. તેઓ મારી સામે અરીસો ધરે છે.

ફાતિમા માને છે કે ખરૃં સ્ટારડમ માત્ર દર્શકો જ આપી શકે. ખરી પ્રશંસા એ જ લેખાય જે દર્શકો તરફથી આવે, તેઓ તમારી સાથે હૃદયના ઊંડાણથી જોડાય, તમને બેહિસાબ પ્રેમ આપે. તેમનો બિનશરતી પ્રેમ માત્ર સખત પરિશ્રમ, ભાગ્યથી જ મળે. જો તમને યોગ્ય સિનેમા, યોગ્ય ભૂમિકા મળે તો તમે તમારું હુન્નર પ્રદર્શિત કરી શકો. અભિનેત્રી ઉમેરે છે કે મને હમેશાંથી મારી જાત પ્રત્યે શંકા રહેતી, આજે પણ રહે છે. ફરક માત્ર એટલો કે અગાઉ હું આ વાત નકારાત્મક રીતે લેવી તેથી મારો આત્મવિશ્વાસ હણાતો. જ્યારે હવે હું આ વાત સકારાત્મક રીતે લઈને મારો આત્મવિશ્વાસ બુલંદ બનાવવાનો પ્રયાસ કરું છું.