Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A mixture of detergent and vinegar can clean the house well

Sahiyar : ડિટર્જન્ટ અને સરકોના મિશ્રણ થી ઘર સારી રીતે સાફ કરી શકાય છે

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : ડિટર્જન્ટ અને સરકોના મિશ્રણ થી ઘર સારી રીતે સાફ કરી શકાય છે
સોર્સ : GSTV

તનને ચોખ્ખું કરતો બાથરૂમની સ્વચ્છતા પણ મહત્વની છે. ચકચકિત બાથરૂમ રાખવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી, ફક્ત થોડા સરળ ઉપાયો અજમાવવાથી પણ બાથરૂમની સ્ટાઇલ્સ ચમકી ઊઠે છે.

App Store

બેકિંગ સોડા અને સરકો

૨ ચમચી બેકિંગ સોડામાં પાણી ભેળવીને ઘટ્ટ મિશ્રણ કરવું અને તેને ટાઇલ્સ તથા તેના સાંધાઓ પર લગાડી ૧૦-૧૫ મિનીટ પછી તેના પર સરકો  સ્પ્રે કરીને બ્રશથી રગડી ધોઇ નાખવું. 

સરકો અને પાણીનું મિશ્રણ

સરકો અને પાણીને સપ્રમાણ ભેળવીને સ્પ્રે બોટલમાં ભરી દેવું. આ મિશ્રણને ટાઇલ્સ પર રાતના સ્પ્રે કરીને સવારે ધોઇ નાખવું. 

ડિટર્જન્ટ, હાર્પિક અને મીઠું

થોડું હાર્પિક, ડિટર્જન્ટ અને મીઠું ભેળવીને પેસ્ટ બનાવી ટાઇલ્સના ડાઘા પર લગાડી ધોઇ નાખવું. 


બોરેક્સ અને લીંબુ

૩ ચમચી બોરેક્સ, ૧ ચમચો લીંબુનો રસ અને પાણી ઉમેરી પેસ્ટ બનાવવી. આ મિશ્રણથી પીળી પડી ગયેલી ટાઇલ્સ  સાફ થાય છે અને તેના પરની ગંદકી દૂર થાય છે. 

ડિટર્જન્ટ અને એલ્યુમિનિયમ ફોઇલ

એલ્યુમિનિયમ ફોઇલ પર ઊચ્ચગુણવક્તાયુક્ત ડિટર્જન્ટ લઇ ટાઇલ્સ પર ઘસવાથી જુના ડાઘ પણ દૂર થાય છે. 

આલ્કોહોલ

અડધો કપ આલ્કોહોલમાં અડધો કપ પાણી ભેળવીને સ્પ્રે કરવું અને લુછી નાખવાથી ટાઇલ્સ ચમકીલી થાય છે. 

લીંબુ અને મીઠું

લીંબુના અડધિયા પર મીઠું ભભરાવી ટાઇલ્સ પરના ડાઘા પર રગડી ૫-૧૦ મિનીટ પછી ધોઇ નાખવાથી ટાઇલ્સ ચકચકિત થશે.

ગેસના ચુલ્હા પરથી ચીકાશ  

ગેસ પર રસોઇ કરવાથી ચીકાશ થવી એ સામાન્ય બાબત છે અને તેને રોજ સાફ પણ કરવામાં આવતો હોય છે. તેમ છતાં અહીં થોડા નુસખા આપવામાં આવ્યા છે તેનાથી ચુલા પર જામી ગયેલી કાળાશ અને ચીકાસ દૂર થાય છે. 

લીંબુ અને મીઠું

એક લીંબુના રસમાં ૨ થી૩ મોટા ચમચા જાડું મીઠું લઇ પેસ્ટ જેવું બનાવવું. આ મિશ્રણને ચુલા પરની ચીકાસ પર ૧૦ થી ૧૫ મિનીટ સુધી ભભરાવી રાખીને એક સ્ક્રબરથી હળવા હાથે રગડી ભીના કપડાથી લુછી નાખવાથી. 

બેકિંગ સોડા અને સરકો

એક સ્પ્રે બોટલમાં બેકિંગ સોડા અને સરકાને સપ્રમાણ ભેળવીને સ્ર્પે કરવું અને ૧૦ મિનીટ પછી સ્પંજ અથવા સ્વચ્છ કપડાથી લુછી નાખવું. 

ગરમ પાણી અને જિશ સોપ

એક નાનકડા ટબમાં જ ડિશ સોપના થોડા ટીપાં નાખી તેમાં ૧૦-૧૫ મિનીટ માટે પાણીમાં પલાળી રાખવા. ચુલા પરની બાકીની ચીકાસ દૂર કરવા માટે આ મિશ્રણમાં સ્પંજ અથવા કપડું બોળી  રગડીને સાફ કરીને સ્વચ્છ પાણીથી લુછી નાખવું.

મીઠું અને આલ્કોહલ અથવા પેટ્રોલિયમ જેલી

ચુલા પર  થોડું જાડું મીઠું ભભરાવી દેવું અને તેના પર થોડા ટીપાં આલ્કોહોલ અથવા પેટ્રોલિયમ જેલી સ્પ્રે કરી થોડી વાર રહેવા દેવુંય ત્યાર બાદ એક સ્વચ્છ કપડાથી અથવા તો સ્પંજથી રગડીને ભીના કપડાથી લુછી સાફ કરવું. 

કાર્પેટને સ્વચ્છ કરવા

ઘરની શોભા વધારવા માટે ઘણા લોકો હજી પણ કાર્પેટ પાથરતા હોય છે. પરંતુ તેને સ્વચ્છ રાખવા માટે ધ્યાન રાખવાનું પણ એટલું જ જરૂરી છે. 

ચા-કોફીના ડાઘા

કાર્પેટ પર ચા-કોફી ઢોળાઇ જાય તો તેને રગડવું નહીં પરં એક ટટિશ્યુ અથવા સુતરાઉ કપડાને તેના પર પાથરી દેવુ ંઅને ડાઘા પર થપથપાવાથી ચા-કોફીને શોષી લેશે.

બેકિંગ સોડા અને સફેદ સરકા

બેકિંગ સોડા અને સફેદ સરકારનું મિશ્રણ ડાઘને સરળતાથી દૂર કરવાની સાથેસાથે કાર્પેટ પરની ગંદકી, મેલ, કીચડ વગેરે દુર કરે છે. 

- મીનાક્ષી તિવારી