Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The most important preparation in bridal fashion in the winter season is the extra outfit

Sahiyar: વિન્ટર સિઝનમાં બ્રાઈડલ ફેશનમાં સૌથી મહત્ત્વની તૈયારી હોય તો તે વધુના આઉટફિટ છે

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: વિન્ટર સિઝનમાં બ્રાઈડલ ફેશનમાં સૌથી મહત્ત્વની તૈયારી હોય તો તે વધુના આઉટફિટ છે
સોર્સ : GSTV

લગ્ન પ્રસંગમાં  સૌથી મહત્ત્વની તૈયારી હોય તો એ વરવધુના આઉટફિટ છે. પણ આ બાબતે  મુરતિયાઓ કરતા કન્યા વધુ ચિંતિત હોય છે. લેટેસ્ટ ફેશન, આકર્ષક  ડિઝાઈનની સાથે કલર કોમ્બિનેશનનો સમન્વય. આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને માનુનીઓ એના માટે બ્રાઈડલ વેરની પસંદગી કરે છે. જોકે લાલ કલરને શુભ માનવામાં આવતો  હોવાથી મોટાભાગની યુવતીઓ લાલ કલરનાં પોષાકની જ પસંદગી કરે છે. પણ આજકાલ લાલ સિવાય  અન્ય રંગોના વપરાશનું પણ ચલણ છે.

App Store

નિયોન

દરેક મહિલા  એવું ઈચ્છે છે કે તે લગ્નના પોષાકમાં સૌથી સુંદર લાગે. એમાં પણ  નિયોન કલર સુંદરતા  પ્રદાન કરનારો રંગ માનવામાં આવે છે. આ કલરના આઉટફિટની પસંદગી કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, સંપૂર્ણ ડ્રેસ આ જ કલરનો ન બનાવતા બીજા બે-ત્રણ કલરને મિક્સ મેચ કરી બનાવવો. આમ કરવાથી સુંદરતામાં ચાર ચાંદ  લાગી જશે.

ગોલ્ડન

લગ્નના દિવસે ગ્લેમરસ લુક જોઈતો  હોય અથવા તો કાંઈ હટકે પહેરવાની ઈચ્છા હોય તો ગોલ્ડન કલરના આઉટફિટની પસંદગી કરો. આ પ્રકારના પરિધાન સાથે તમે જ્વેલરી સાથે પણ પ્રયોગ કરી શકો છો. આ પ્રકારના પરિધાનમાં સેન્ટર ઓફ એટ્રેક્શન તમે જ હશો એમાં શંકાને કોઈ સ્થાન નથી.

ટેન્જરીન

જો તમને બ્રાઈડલ વેરમાં ટ્રેન્ડીની સાથે સાથે ટ્રેડિશનલ ટચ જોતો હોય તો ટેન્જરીન ટેન્ગો કલરના પોષાકની પસંદગી કરો. આ કલર લાલ અને નારંગી કલરનો મિશ્રણ છે. આ કલરના પરિધાન સાથે સુવર્ણમાંથી બનેલી જ્વેલરી દીપી ઉઠે છે.

નીલો કલર

રોયલ અને કન્ટેમ્પરરી લુક માટે નીલો રંગ ઉત્તમ વિકલ્પ છે. સંગીત અથવા રિસેપ્શન માટે રો સિલ્ક, જર્દોશીમાં નીલા  કલરના આઉટ ફિટ પરફેક્ટ લુક પ્રદાન કરે છે. તમારા લુકને હજી પણ વધારે બ્રાઈટ એન્ડ બોલ્ડ બનાવવા માટે આ કલરની સાથે લાલ અથવા પીળા કલરનો મિક્સ કરો.

પીચ

સામાન્ય રીતે લગ્નના પરિધાન એટલા ભારી અને બ્રાઈટ હોય છે કે એને બીજા કોઈ પ્રસંગે પહેરી નથી શકાતા. જોકે આટલો મોંઘો વેડિંગ ડ્રેસ આમ જ પડયો  રહે એ પણ પોસાતું નથી. જો તમને પણ આવી જ કાંઈક સમસ્યા  હોય તો પીચ કલરના વેડિંગ ડ્રેસની પસંદગી કરો. બોલ્ડ લુક માટે ઓર્નામેન્ટ્સ  સાથે પ્રયોગ કરી શકાય. સોફ્ટ લુક માટે આ કલર પરફેક્ટ છે.

આમ, હવે વેડિંગ ડ્રેસ  ફક્ત લાલ કલરના ન રહેતા વિવિધ કલરોમાં  પસંદગી કરવાનું ચલણ છે. હવે અનેક રંગના વિકલ્પ ઉપલબ્ધ છે. તમે પણ તમારી ત્વચાને અનુરૂપ કલરફુલ કલરના વેડિંગ ડ્રેસની પસંદગી કરીને બની જાવ પરફેક્ટ બ્રાઈડ.