આજે World Chocolate Day: જાણો ક્યારે અને શા માટે શરૂ થઈ આ દિવસની ઉજવણી
દર વર્ષે, 7મી જુલાઈ વિશ્વભરમાં વિશ્વ ચોકલેટ દિવસ (World Chocolate Day) તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ચોકલેટન

દર વર્ષે, 7મી જુલાઈ વિશ્વભરમાં વિશ્વ ચોકલેટ દિવસ (World Chocolate Day) તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ચોકલેટના ફાયદા અને મહત્ત્વ લોકો સુધી પહોંચાડવાનો છે. ચોકલેટ ખાવાથી ન માત્ર મન ખુશ થાય છે, પરંતુ તે હૃદયને પણ સ્વસ્થ રાખી શકે છે. ચોકલેટની એક બાઈટ પણ ખરાબ મૂડને તરત સુધારી શકે છે. આ જ વસ્તુ લોકો સુધી પહોંચ્દ્વાના હેતુથી ચોકલેટ ડેની શરૂઆત કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે આ દિવસની ઉજવણીની ક્યારે થઈ અને ચોકલેટ ખાવાથી શું ફાયદા થાય છે.
ચોકલેટનો ઈતિહાસ
વિશ્વ ચોકલેટ દિવસની ઉજવણી 7 જુલાઈ 2009ના રોજ શરૂ થઈ હતી. આ દિવસ 1550માં યુરોપમાં ચોકલેટની શરૂઆતની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે. ચોકલેટનો ઈતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો છે. એવું માનવામાં આવે છે કે ચોકલેટ અમેરિકાના રેઈન ફોરેસ્ટમાં મળી આવી હતી.
ચોકલેટ ડેનું મહત્ત્વ
ચોકલેટને ખુશી અને ઉજવણીનું પ્રતીક માનવામાં આવે છે. મોં મીઠું કરવા માટે લોકો હવે મીઠાઈને બદલે ચોકલેટ ખવડાવવાનું પસંદ કરે છે. તમે તમારા જન્મદિવસ પર આપવા માંગતા હોવ કે પછી કોઈને ખુશ કરવા માટે ખવડાવતા હોવ, ચોકલેટથી વધુ સારું કંઈ ન હોઈ શકે.
ચોકલેટ ડે કેવી રીતે ઉજવવામાં આવે છે?
આ દિવસે લોકો એકબીજાને ચોકલેટ ગિફ્ટ કરે છે. આ દિવસે લોકો વિવિધ ફ્લેવરવાળી ચોકલેટનો આનંદ માણે છે.
ચોકલેટના ફાયદા
- ચોકલેટ ખાવાથી તણાવ દૂર થાય છે.
- ચોકલેટમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ હૃદય રોગના જોખમને ઘટાડે છે.
- ચોકલેટ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.
- ડાર્ક ચોકલેટ ખાવાથી વજન ઘટે છે.








