મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

શું તમે પણ લાંબા સમય સુધી સતત ઊભા રહીને કે બેસીને કામ કરો છો? તો થઇ શકે છે આ બીમારી

જે લોકો લાંબા સમય સુધી બેઠાં બેઠાં કામ કરે છે અથવા સતત ઉભા રહીને કામ કરે છે તેમને હવે સાવચેત

શું તમે પણ લાંબા સમય સુધી સતત ઊભા રહીને કે બેસીને કામ કરો છો? તો થઇ શકે છે આ બીમારી

જે લોકો લાંબા સમય સુધી બેઠાં બેઠાં કામ કરે છે અથવા સતત ઉભા રહીને કામ કરે છે તેમને હવે સાવચેત થવાની જરુર છે. આ લોકોને વેરિકોઝ વેન્સ એટલે કે પગની દુખાવાની તકલીપ થઇ શકે છે જે તેમના શરીર માટે નુકશાનકારક થશે. વેરિકોઝ વેન્સ મુખ્ય રીતે હાથ, પગ, એડી અને પંજામાં જોવા મળે છે. આ સુજેલી અને વધુ વળેલી નસો હોય છે. જે ભૂરા અથવા ઘાટા જાંબલી કલરની હોય છે. આ જોવામાં ઉપસેલી હોય છે. આ નસોની આસપાસ સ્પાઈડર વેન્સ હોય છે.

જ્યારે સ્પાઈડર વેન્સ, વેરિકોઝ વેન્સને ચારે બાજુથી ઘેરી લે છે તો તેમાં દુખાવો અને ખંજવાડ આવવા લાગે છે. વેરિકોઝ નસો સતત લોકો માટે ખતરો નથી હોતી. પરંતુ અમુક લોકોમાં તેના અમુક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. 

શરીર પર નસો ઉપસી જાય છે

તમે અમુક વખતે જોયુ હશે કે ઘણા લોકોના શરીરની નસો અન્ય લોકોની તુલનામાં વધુ ઉપસેલી હોય છે. ખાસ કરીને તેમના મસલ્સ, હથેળીની ઉપરનો ભાગ, છાતી, ઘૂંટણ અને શરીરના અન્ય ભાગોમાં પણ આ રીતે નસો ઉપસેલી જોવા મળે છે. આ પ્રકારે ઉપસેલી નસો વેરિકોજ વેન્સ કહેવામાં આવે છે. નસોમાં દેખાતા આ પરિવર્તન એક બીમારીનો સંકેત આપે છે. 

વેરિકોઝ વેન્સના કારણો

  • લાંબા સમય સુધી ખુરશી પર બેસી રહેવુ
  • લાંબા સમય સુધી બેસી કે ઊભુ રહેવુ
  • ખૂબ વધુ ટાઈટ જીન્સ પહેરવુ
  • મેદસ્વીપણુ
  • બ્લડ પ્રેશરમાં સતત પરિવર્તન
  • ફૂડ રિએક્શન
  • એલોપેથિક દવાઓનું રિએક્શન

વેરિકોઝ વેન્સની સારવાર

કામના સમયે દર કલાકે પગને આરામ આપતા રહો

  1. વજન ઘટાડવુ
  2. લેજર થેરાપી કે સર્જરી
  3. નિયમિત કસરત
  4. ટાઈટ કપડા ન પહેરવા
  5. સૂતી વખતે પગને થોડા ઊંચા રાખો
  6. ફાઈબરથી ભરપૂર ડાયટ
  7. મીઠાનું ઓછુ સેવન

આ સમાચાર શેર કરો