નવા લોકોને મળતા ડર લાગે છે, ક્યાંક તમે સોશિયલ એન્ગઝાઈટીના તો શિકાર નથી?
આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક ચિંતાઓ હોય છે. કોઈને ભવિષ્યની તો કોઈને નોકરીની ચિંત

આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક ચિંતાઓ હોય છે. કોઈને ભવિષ્યની તો કોઈને નોકરીની ચિંતા હોય છે. જ્યારે આ ચિંતા તમારા પર વર્ચસ્વ જમાવે છે ત્યારે તમે ચિંતાનો શિકાર બનો છો. આ એક પ્રકારની માનસિક બીમારી છે. આજકાલ લોકો સોશિયલ એન્ગઝાઈટીનો પણ શિકાર બની રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે ચિંતા અને સોશિયલ એન્ગઝાઈટી વચ્ચે શું તફાવત છે, તો અમે તમને આ લેખ દ્વારા તેનાથી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો આપી રહ્યા છીએ. ચાલો જાણીએ સોશિયલ એન્ગઝાઈટી શું છે?
સોશિયલ એન્ગઝાઈટી શું છે?
આપણે સોશિયલ એન્ગઝાઈટીને સામાજિક ભય તરીકે જાણીએ છીએ. આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેઓ મિત્રો બનાવવાનું, લોકોને મળવાનું અને વાત કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો શરમાળ હોવાને કારણે અન્ય લોકો સાથે વાત કરી શકતા નથી પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ નવી જગ્યાએ જતા પહેલા તણાવ અને ચિંતા અનુભવે છે નવા લોકોને મળીને તેઓ ચાર લોકો સાથે બેસીને વાત કરતા પણ ડરે છે. અન્ય લોકો પર ઝડપથી વિશ્વાસ નથી કરી શકતા. આ એક પ્રકારનો ડીસઓર્ડર છે જેને આપણે સોશિયલ એન્ગઝાઈટી તરીકે જાણીએ છીએ. જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની શકે છે.
સોશિયલ એન્ગઝાઈટીના લક્ષણો
- આત્મવિશ્વાસનો અભાવ.
- મજાક ઉડવાનો ડર લાગવો.
- ચાર લોકોથી ઘેરાયેલો હોવા છતાં અલગ બેસવું.
- બીજાને પોતાના કરતા વધુ સારા ગણવા.
- કોઈની સાથે વાત કરતી વખતે પરસેવો વળવો.
- અન્ય લોકો દ્વારા જજ થવાનો ડર લાગવો.
સોશિયલ એન્ગઝાઈટીની સારવાર
- કોગ્નિટિવ બિહેવરિયલ થેરેપી લો.
- સોશિયલ સ્કિલ્સ ડેવલપ કરો
- નકારાત્મક વિચારો બંધ કરો
- રિલેક્સેશન ટેકનીક અપનાવો જેમ કે ઊંડા શ્વાસ લેવાની એક્સરસાઇઝ કરો.
- મિત્રોને મળો અને વાતચિત કરો.
- નિષ્ણાતની મદદ લો.






