વાળને વર્ષો સુધી સ્વસ્થ રાખવા માંગો છો? તો અપનાવી જુઓ આ દેશી નુસખા
જાડા, કોમળ અને કાળા વાળ સુંદરતાની નિશાની માનવામાં આવે છે. આ માટે એ જરૂરી છે કે તમે તમારા વાળની કાળજી રાખો અને તેને યોગ્ય

જાડા, કોમળ અને કાળા વાળ સુંદરતાની નિશાની માનવામાં આવે છે. આ માટે એ જરૂરી છે કે તમે તમારા વાળની કાળજી રાખો અને તેને યોગ્ય પોષણ આપો. ઘણા લોકો બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનો ખરીદીને વાળમાં લગાવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો તમે હેર ઓઈલ ખરીદતા હોવ તો તે જેટલું નેચરલ અને કેમિકલ ફ્રી હશે તેટલું વધુ ફાયદાકારક રહેશે. તેથી સુગંધિત તેલ ખરીદવાને બદલે ઘરે આયુર્વેદિક હેર ઓઇલ બનાવીને તેનો ઉપયોગ વાળનો વિકાસ વધારવા અને તેમને સ્વસ્થ રાખવા માટે વધુ સારું રહેશે. તાજેતરમાં શેફ સ્નેહા સિંઘી ઉપાધ્યાયે તેની નાનીની હેર રેસિપી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને તમે પણ ફોલો કરી શકો છો.
સામગ્રી
- 2 ડુંગળી સમારેલી
- 1/2 કપ લસણની કળી
- 1/2 કપ મીઠા લીમાડાના પાન
- 1/2 કપ નાળિયેર તેલ
- 1 કપ સરસવનું તેલ
- 1 ટેબલસ્પૂન મેથીના દાણા
- વિટામિન ઇની 2 કેપ્સ્યુલ્સ
બનાવવાની રીત
-સૌપ્રથમ ડુંગળી, લસણ અને મીઠા લીમડાના પાનને પીસીને પ્યુરી બનાવો. પીસતી વખતે પાણીનો ઉપયોગ કરશો નહીં. જો મિશ્રણ ખૂબ સૂકું થઈ જાય તો તમે તેમાં તેલ ઉમેરી શકો છો.
- એક લોખંડની તપેલીને ગરમ કરો અને તેમાં આ પેસ્ટ ઉમેરો. જ્યાં સુધી મિશ્રણ થોડું સુકાઈ ન જાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો, જેમાં લગભગ 5 મિનિટનો સમય લાગશે. હવે તેમાં તેલ અને મેથી નાખીને ધીમી આંચ પર સતત હલાવતા રહો.
- તેને અડધો કલાક પકાવો. ધ્યાન રાખો કે મિશ્રણ લીલું હોવું જોઈએ અને બ્રાઉન બિલકુલ ન હોવું જોઈએ. હવે તેને ગેસ પરથી ઉતારી લો અને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો.
-હવે તેને એર ટાઈટ કન્ટેનરમાં સારી રીતે ગાળી લો અને તેમાં વિટામીન E ઓઈલ ઉમેરો. અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં આ તેલ લગાવો. ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો.








