બાળકોનું આત્મસન્માન વધારવા માંગો છો? ઘરના કામકાજ અચૂક શીખવો, જાણો 5 અદ્દભૂત ફાયદા
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે આપણે બાળકોને ઘરનું કામ કરવા દઈએ છીએ અથવા તેઓ મહત્ત્વપૂર્ણ કાર્યો ક

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે આપણે બાળકોને ઘરનું કામ કરવા દઈએ છીએ અથવા તેઓ મહત્ત્વપૂર્ણ કાર્યો કરવા લાગે છે, ત્યારે તે તેમના આત્મસન્માનને વધારવામાં મદદ કરે છે. આ નાના કાર્યો તેમના વ્યક્તિત્ત્વમાં અદભૂત સુધાર લાવે છે. આનાથી તેમનામાં ટીમ વર્કની લાગણી પણ જાગે છે. માહિતી અનુસાર, જ્યારે બાળકો નાની ઉંમરથી જ ઘરની જવાબદારીઓ સમજવા લાગે છે અને કામમાં મદદ કરવાનું શીખે છે, તો આ આદત તેમને મોટા થયા પછી પણ ફાયદો કરે છે. આવા બાળકો ટીમ વર્કમાં નિષ્ણાત બને છે, તેમનું આત્મસન્માન વધે છે. તેઓ પોતાના પર ગર્વ પણ અનુભવે છે.
ઘરનું કામ કરવાથી તેમની વચ્ચે લિંગ સમાનતા વધે છે અને તેઓ કામનો બોજ વહેંચતા શીખે છે. આ તમામ બાબતો તેના વ્યક્તિત્ત્વને સુધારવામાં અને આત્મસન્માન મેળવવામાં મદદ કરે છે. બાળકોને ઘરના કામ કરવા અને નવી વસ્તુઓ શીખવાથી અન્ય ઘણી કુશળતા પણ ઝડપથી વિકસિત થાય છે.
જો તમે 5 વર્ષ પછી તમારા બાળકને ઉંમરને અનુરૂપ કામ આપો છો, તો તેને કામ પૂરું કરવાનું મહત્ત્વ સમજાય છે અને તે અધૂરું કામ કરવાનું બંધ કરી દે છે. આ રીતે તેમની ધીરજ વધે છે અને તેઓ ઘર અને શાળામાં જવાબદારીપૂર્વક કામ કરે છે.
જ્યારે તેઓ ઘરમાં વસ્તુઓ સાફ કરવાનું શીખે છે, ધૂળ કાઢે છે અને અહીં-ત્યાં પડેલી વસ્તુઓને તેમની યોગ્ય જગ્યાએ રાખવાની આદત કેળવે છે, ત્યારે તેઓ પોતાની આસપાસની વસ્તુઓને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનું શીખે છે. આ રીતે તેઓ પોતાને એટલા લાયક માની શકે છે કે તેઓ આવા કાર્યો માટે બીજા પર નિર્ભર નથી.
જ્યારે તમે તેમને બગીચામાં અથવા રસોડામાં મદદ કરવા માટે બોલાવવાનું શરૂ કરો છો અને તેઓ ધીમે ધીમે છોડની સંભાળ લેવાનું શીખે છે, ત્યારે તેઓ તેમના પોષણની મૂળભૂત રીતો શીખવાનું શરૂ કરે છે. આ રીતે તેઓ પાણી, ખોરાક, સ્વચ્છતા, હવા, ટાઈમ ટેબલ વગેરેનું મૂલ્ય જાણવા લાગે છે અને તેઓ પોતે આ બાબતોમાં નિષ્ણાત બની જાય છે.
નાનપણથી જ નાના-નાના કામો શીખવાથી બાળકો માત્ર પોતાનું જ નહીં પરંતુ પરિવારનું પણ ધ્યાન રાખવાનું શીખે છે. ઉદાહરણ તરીકે, કોને શું ખાવું ગમે છે, દરેક વ્યક્તિએ ફળો કે શાકભાજી અથવા દૂધ જેવી વસ્તુઓનું સેવન કર્યું છે કે નહીં, જો કોઈની તબિયત ખરાબ છે, શું તેને કોઈ વસ્તુની જરૂર છે વગેરે, તેઓ શીખવાનું શરૂ કરે છે અને કાળજી લે છે. આ રીતે તેઓ પોતાની અને અન્યની નજરમાં પોતાનું મૂલ્ય વધારી શકે છે અને તેમનું આત્મસન્માન ઝડપથી વધવા લાગે છે.








