મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Travel Tips / તમે ગોવા જઈ રહ્યા છો, તો તેની નજીકના આ સુંદર હિલ સ્ટેશનોની પણ લો મુલાકાત

જ્યારે પણ મિત્રો સાથે ફરવાનું નામ આવે છે, ત્યારે મોટાભાગના લોકો હિલ સ્ટેશન અથવા ગોવા જવાનો પ્લાન બનાવે છે. આવી સ્થિતિમાં,

Travel Tips / તમે ગોવા જઈ રહ્યા છો, તો તેની નજીકના આ સુંદર હિલ સ્ટેશનોની પણ લો મુલાકાત

જ્યારે પણ મિત્રો સાથે ફરવાનું નામ આવે છે, ત્યારે મોટાભાગના લોકો હિલ સ્ટેશન અથવા ગોવા જવાનો પ્લાન બનાવે છે. આવી સ્થિતિમાં, કોલેજના મિત્રો સાથે હોય અથવા ઓફિસના મિત્ર સાથે, તમે ચોક્કસપણે ગોવા ફરવા જવાનો પ્લાન બનાવ્યો જ હશે. અહીં ફરવા માટે ઘણી જગ્યાઓ છે, જેમ કે પાલોલેમ બિચ, બાગા બિચ, દૂધસાગર વોટરફોલ, અગુઆડા ફોર્ટ, અંજુના બિચ, પણજી અને ચોરાવ આઇલેન્ડ. પરંતુ આ સિવાય જો તમે પહાડોમાં ફરવા માંગો છો તો તમે ગોવાની આસપાસની કેટલીક જગ્યાઓ પર જઈ શકો છો.

ગોવા સુંદર પ્રકૃતિથી ઘેરાયેલું છે અને તેની નજીક ઘણા હિલ સ્ટેશન છે. જ્યાં તમે ભીડથી દૂર શાંત જગ્યાએ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે ફરવા જઈ શકો છો. અહીંની હરિયાળી, મોટા પહાડો, નદીઓ અને ધોધનો સુંદર નજારો જોઈને તમે ખુશ થઈ જશો. ચાલો જાણીએ ગોવાની નજીકના હિલ સ્ટેશનો વિશે.

ચોરલા ઘાટ

તમે ગોવાની નજીક ચોરલા ઘાટની મુલાકાત લેવા જઈ શકો છો, તે કોઈ હિલ સ્ટેશનથી ઓછું નથી. ખાસ કરીને જો તમને પ્રકૃતિમાં થોડો સમય વિતાવવાનું પસંદ હોય તો તમે અહીં આવી શકો છો. અહીં તમને હરિયાળી, ધોધ અને પર્વતોની વચ્ચે મનની શાંતિ મળશે. ચોરલા ઘાટ ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદ પર આવેલો છે. અહીં તમને હાઇકિંગ અને ટ્રેકિંગ કરવાનો મોકો મળી શકે છે. આ ટ્રેક દરમિયાન તમને વોટરફોલ, લસની ટેમ્બ પીક અને ચોરલા ઘાટ વ્યુ પોઈન્ટ જેવા સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. પરંતુ અહીં જતા પહેલા હવામાન વિશે સાચી માહિતી મેળવવી જરૂરી છે.

આંબોલી

અંબોલી ગોવા નજીક એક આકર્ષક હિલ સ્ટેશન છે. ગોવાથી અંબોલી પહોંચવામાં 3થી 4 કલાક લાગી શકે છે. તમે અહીં ઘણી જગ્યાઓનું એક્સપ્લોર કરી શકો છો. જેમ કે અંબોલી ધોધ, ગાઢ જંગલોથી ઘેરાયેલો આ ધોધ લગભગ 300 ફૂટની ઉંચાઈ પરથી પડે છે. તમે શિરગાંવકર પોઈન્ટ, કોલશેત પોઈન્ટ અને નાંગર્ટાસ ફોલ્સ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

દાંડેલી

દાંડેલી ગોવાથી લગભગ 102 કિલોમીટરના અંતરે આવેલું છે. ગોવાથી અહીં પહોંચવામાં 3 કલાક લાગી શકે છે. તે દરિયાની સપાટીથી આશરે 1551 ફૂટની ઉંચાઈએ આવેલું છે. અહીં સફારી ટૂર, બોટિંગ અને ટ્રેકિંગ જેવી ઘણી પ્રવૃત્તિઓ કરવાની તક મળી શકે છે. અહીં ચંદેવાડી વોટર રેપિડ્સ, કાવલા ગુફાઓ, સિંથેરી રોક્સ, ઉલવી ગુફાઓ, ગણેશગુડી ડેમ, સાયક્સ ​​પોઈન્ટ, મૌલાંગી નદી, ક્રોકોડાઈલ પાર્ક, સાતખંડા ધોધ, દિગ્ગી, બેક વોટર, સથોડી ધોધ, મગોદ ધોધ, જૈન કલ્લુ ગુડ્ડા, શર્લી ધોધ, ટાઈગર રિઝર્વ જંગલ સફારી અને દૂધ સાગર ધોધ જેવી જગ્યાઓ જોઈ શકાય છે.

આ સમાચાર શેર કરો