મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Hair Care Tips / સફેદ વાળને કાળા કરવા માટે આ હેર પેકનો કરો ઉપયોગ, જાણો ફાયદા

આજની બદલાતી જીવનશૈલી અને હવામાનને કારણે ઘણા લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. કેટલાક લોકો તેને સફેદ

Hair Care Tips / સફેદ વાળને કાળા કરવા માટે આ હેર પેકનો કરો ઉપયોગ, જાણો ફાયદા

આજની બદલાતી જીવનશૈલી અને હવામાનને કારણે ઘણા લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. કેટલાક લોકો તેને સફેદ જ રહેવા દે છે, જ્યારે કેટલાક લોકો બજારમાં ઉપલબ્ધ હેર ડાઈની મદદથી વાળ કાળા કરે છે. પરંતુ માર્કેટની હેર ડાઈની અસર વાળ પર 15 કે 30 દિવસ સુધી જ રહે છે. આ પછી વાળ ફરી સફેદ થવા લાગે છે. કારણ કે તે બધા રંગોમાં કેમિકલ હોય છે. તેના બદલે તમે ઘરે બનાવેલા હેર પેકનો ઉપયોગ કરી શકો છો. ચાલો તમને આ હેર પેક વિશે જણાવીએ.

આમળા અને શિકાકાઈનો હેર પેક

મોટાભાગના લોકો હેર ગ્રોથને સુધારવા માટે વાળમાં શિકાકાઈનો ઉપયોગ કરે છે. પરંતુ તમે તેને તમારા વાળ કાળા કરવા માટે પણ લગાવી શકો છો. તે વાળને સિલ્કી અને ચમકદાર બનાવે છે. ઉપરાંત, તમારા સ્કેલ્પને હેલ્ધી બનાવે છે. શિકાકાઈની સાથે તમે આમળાનો પણ ઉપયોગ કરી શકો છો.

આ રીતે બનાવો હેર પેક

  • આ માટે સૌથી પહેલા તમારે એક બાઉલમાં 2 ચમચી આમળા પાવડર લેવાનો છે.
  • હવે તેમાં 2 ચમચી શિકાકાઈ પાવડર નાખો.
  • પછી તેમાં મેથીના દાણાનું થોડું પાણી મિક્સ કરો.
  • હવે તમારે આ બધી વસ્તુઓનું પેક બનાવીને તમારા વાળમાં લગાવવાનું છે.
  • તેને વાળમાં 30 મિનિટ સુધી લગાવો અને સૂકાવા દો.
  • ત્યારબાદ વાળને હળવા શેમ્પૂ વડે ધોઈ લો.
  • તમારે આને અઠવાડિયામાં એકવાર જરૂર લગાવવું જોઈએ.

આ બાબતો ધ્યાનમાં રાખો

  • તેલવાળા વાળ પર ક્યારેય હેર પેક ન લગાવો.
  • વાળમાં હેર પેક લગાવ્યા પછી બીજું કંઈ ન લગાવો.
  • જો તમારા વાળ સ્કેલ્પમાંથી સફેદ થવા લાગ્યા છે, તો કંઈપણ લગાવતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

હેર પેક લગાવવાના ફાયદા

જો તમે સમયાંતરે તમારા વાળમાં હેર પેક લગાવો છો તો તેનાથી વાળને પોષણ મળે છે. વાળ સ્વસ્થ રહે છે. ઉપરાંત, ઘરે બનાવેલા હેર પેકમાં કુદરતી ઘટકો હોય છે, તેથી તે સ્કેલ્પને નુકસાન નથી પહોંચાડતા. આ હેર પેકના ઉપયોગથી વાળ સિલ્કી અને ચમકદાર બને છે. 

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો