ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે આ રીતે કરો કિશમિશના પાણીનો ઉપયોગ, નહીં ખરીદવી પડે મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ
હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન મેળવવી એ સરળ કામ નથી. આ માટે, મહિલાઓ ઘણીવાર બજારમાંથી મોંઘી ક્રિમ ખરીદે છે અને વ

હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન મેળવવી એ સરળ કામ નથી. આ માટે, મહિલાઓ ઘણીવાર બજારમાંથી મોંઘી ક્રિમ ખરીદે છે અને વિવિધ સ્કિન ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ તે દરેક વખતે કામ કરતા નથી. ત્વચા પર કુદરતી ચમક ત્યારે આવે છે જ્યારે તમે અંદરથી સ્વસ્થ હોવ. આજે અમે તમને એવા ઘરેલું ઉપાય વિશે જણાવીશું જેની મદદથી તમે થોડા જ દિવસોમાં ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો અને તમારે મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ પણ નહીં ખરીદવી પડે. આ માટે તમે તમારા સ્કિન કેર રૂટીનમાં કિશમિશના પાણીનો ઉપયોગ કરી શકો છો. ચાલો તમને કિશમિશના પાણીના ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત જણાવીએ.
કિશમિશના પાણીના ફાયદા
સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમે દરરોજ સવારે કિશમિશનું પાણી પીઓ છો, તો તે ત્વચાને હાઇડ્રેટ અને પોષણયુક્ત રાખવામાં મદદ કરે છે, જેના કારણે સ્કિન ડ્રાય નથી થતી અને ગ્લો કરે છે.
તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન સી, વિટામીન ઈ, બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે જે સ્કિન ડેમેજને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચા પર પ્રીમેચ્યોર રીંકલ્સ નથી આવતા.
કિશમિશનું પાણી સ્કિનના ટેક્સચરને સુધારીને તેને સ્મૂધ બનાવે છે અને સ્કિનને બ્રાઈટ બનાવવામાં પણ મદદ કરે છે. જેના કારણે સ્કિનની ડલનેસ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, તે પિમ્પલ્સનું જોખમ પણ ઘટાડે છે.
કિશમિશનું પાણી કેવી રીતે બનાવવું
10થી 12 કિશમિશ લો અને તેને સારી રીતે ધોઈ લો. તેને એક ગ્લાસમાં મૂકો અને તેમાં એક ગ્લાસ નવશેકું પાણી ઉમેરો. હવે તેને 4થી 5 કલાક અથવા આખી રાત પલાળીને સવારે આ પાણી પી લો.
સ્કિન કેરમાં તેને આ રીતે સામેલ કરો
કિશમિશના પાણીને સ્ટ્રેનર દ્વારા ગાળી લો અને તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. તેનો સ્કિન ટોનર તરીકે ઉપયોગ કરો.
જો તમે સવારે ખાલી પેટ કિશમિશનું પાણી પીઓ છો, તો તે ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવવામાં મદદ કરશે.
તમે કિશમિશના પાણીનો ફેસ પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ માટે કિશમિશના પાણીમાં ચણાનો લોટ અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ત્વચા પર લગાવો. થોડીવાર બાદ તેને સાફ કરી લો. ઈન્સ્ટન્ટ ગ્લો માટે આ એક અદ્ભુત પેક છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.








