મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

પાર્ટનર સાથે કેવો છે તમારો સંબંધ, આ 5 બાબતોથી સરળતાથી સમજી શકશો બોન્ડિંગ

સંબંધ બાંધવો જેટલો સરળ છે, તેટલો જ તેને નિભાવવો મુશ્કેલ છે. ઘણીવાર કપલ્સ વચ્ચે શરૂઆતમાં સારું બોન્ડ

પાર્ટનર સાથે કેવો છે તમારો સંબંધ, આ 5 બાબતોથી સરળતાથી સમજી શકશો બોન્ડિંગ

સંબંધ બાંધવો જેટલો સરળ છે, તેટલો જ તેને નિભાવવો મુશ્કેલ છે. ઘણીવાર કપલ્સ વચ્ચે શરૂઆતમાં સારું બોન્ડિંગ જોવા મળે છે. તેઓ સાથે જીવવા અને મરવાનું પ્રોમિસ કરે છે. એવું લાગે છે કે જાણે એક ક્ષણ માટે પણ અલગ રહેવું મુશ્કેલ બની જાય છે. પરંતુ આ માત્ર સંબંધનો હનીમૂન પિરિયડ છે જે લાંબો સમય ટકતો નથી. 1-2 વર્ષ પછી, ઝઘડા અને એકબીજાની ખામીઓ દેખાવા લાગે છે.

આવું એટલા માટે થાય છે કારણ કે ધીમે-ધીમે સંબંધોમાં પ્રેમનો અભાવ જોવા મળે છે. તમે એકબીજાને સામે તો ખુશ રહેવાનો દેખાડો કરો છો. પરંતુ અંદરથી તમે ચિંતિત થઈ રહ્યા છો. ઘણી વખત એકબીજાને લાગણીઓ વ્યક્ત ન કરી શકવાથી સંબંધમાં અંતર સર્જાય છે. જો કે, કેટલાક કપલ્સ એવા હોય છે જેઓ લાંબા સમય સુધી સારું બોન્ડિંગ શેર કરે છે. ચાલો અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેની મદદથી તમે જાની શકો છો, કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચેનું બોન્ડીંગ કેવું છે.

મનની વાત કરી શકો છો 

જો તમે તમારા મનની વાત કોઈપણ સંકોચ વિના એકબીજાને કહી શકતા હોવ અને સામેની વ્યક્તિને ખરાબ ન લાગે, તો તમારો સંબંધ સારો અને મજબૂત છે. સારો સંબંધ ફક્ત તે જ છે જેમાં તમે કોઈપણ ડર કે ખચકાટ વિના તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. તેનાથી તમે તમારા બોન્ડિંગનો અંદાજ મેળવી શકો છો.

એકબીજાની ખામીઓ સ્વીકારો છો

સારા સંબંધની નિશાની એ છે કે તમે એકબીજાની ખામીઓને દિલથી સ્વીકારો છો. ઘણી વખત સંબંધ બનાવ્યા પછી અને સાથે રહેતા હોવ ત્યારે એકબીજાની ખામીઓ દેખાઈ આવે છે. પરંતુ સારા કપલ્સ આ ખામીઓને નજરઅંદાજ નથી કરતા પરંતુ દિલથી સ્વીકારે છે.

એકબીજાને દોષ નથી આપતા

કોઈ પણ ભૂલ માટે બીજાને દોષ આપવો એ સૌથી સહેલું કામ છે. પરંતુ સુખી કપલ્સ ક્યારેય એકબીજાને દોષ નથી આપતા. આવા લોકો ઝઘડો થાય ત્યારે જૂની વાતો ઉખેડીને પોતાને યોગ્ય ઠેરવતા નથી. તેના બદલે ઝઘડા ખતમ કરવા વિશે વિચારે છે.

શારીરિક સ્પર્શ 

જો તમારો સંબંધ મજબૂત અને પ્રેમથી ભરેલો છે, તો શારીરિક સ્પર્શ તમારા બંધનને વ્યક્ત કરી શકે છે. તમે એકબીજાને ગળે લગાડો, ચુંબન કરો અથવા એકબીજાની આંખોમાં જોઈને વાત કરો. આ તમારા સંબંધનો પ્રેમ દર્શાવે છે. તમે શારીરિક સ્પર્શ પર કેવી પ્રતિક્રિયા આપો છો તે તમારા સંબંધ વિશે જણાવે છે.

એકબીજા સાથે ખુશ રહો છો

જે પાર્ટનર એકબીજાની કંપનીનો આનંદ માણે છે, જેમને એકબીજા સાથે સમય પસાર કરવો ગમે છે. તેઓ સુખી કપલ છે. જો તમને કોઈ પ્રકારનું માનસિક દબાણ અથવા મજબૂરી લાગે છે, તો સમજી લો કે સંબંધ બરાબર નથી. તમે તમારા પાર્ટનર સાથે સારી બોન્ડિંગ શેર નથી કરતા.

આ સમાચાર શેર કરો