મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / ચોમાસામાં ચા સાથે ખાવા માટે બનાવો મગની દાળના નગેટ્સ, દરેક વ્યક્તિ કરશે તેના વખાણ

વરસાદની ઋતુમાં વાતાવરણ ખુશનુમા બનતાની સાથે જ કઈંક સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા થાય છે. ચોમાસામાં જો તમને ગરમાગરમ ચાની

Recipe / ચોમાસામાં ચા સાથે ખાવા માટે બનાવો મગની દાળના નગેટ્સ, દરેક વ્યક્તિ કરશે તેના વખાણ

વરસાદની ઋતુમાં વાતાવરણ ખુશનુમા બનતાની સાથે જ કઈંક સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા થાય છે. ચોમાસામાં જો તમને ગરમાગરમ ચાની સાથે ખાવા માટે કંઈક મસાલેદાર અને ક્રિસ્પી પણ મળે તો વરસાદનો આનંદ પણ બમણો થઈ જાય છે. આ દિવસોમાં મોટાભાગના લોકો તળેલી વસ્તુ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, લોકો વિવિધ પ્રકારના ભજીયા બનાવે છે.

જો તમે પણ ખાવાના શોખીન છો અને વરસાદના દિવસોમાં ચા સાથે પરફેક્ટ કોમ્બિનેશન શોધી રહ્યા છો, તો આ ચોમાસામાં તમે મગની દાળના નગેટ્સ ટ્રાય કરી શકો છો. મગની દાળના ભજીયાની જેમ આ રેસીપીમાં પણ મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેને બનાવવાની રીત અને તેનો સ્વાદ બંને અલગ છે. ચાલો આજે તમને તેની રેસીપી જણાવીએ.

સામગ્રી

  • 1/2 કપ પીળી મગની દાળ
  • 1/2 કપ લીલી મગની દાળ
  • 1/2 બારીક સમારેલી ડુંગળી
  • 2 બારીક સમારેલા લીલા મરચા
  • 1/4 કપ બારીક સમારેલા ગાજર
  • 6-7 લીમડાના પાન
  • 1 કપ બ્રેડ ક્રમ્બ્સ
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી કાળા મરી પાવડર
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • 1/2 ચમચી જીરું
  • 2 ચમચી કોર્નફ્લોર
  • 2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું

બનાવવાની રીત

  • સૌ પ્રથમ બંને પ્રકારની દાળને એકસાથે મિક્સ કરી, ધોઈને 2થી 3 કલાક માટે પલાળી રાખો.
  • આ પછી, એક કડાઈમાં પાણી નાંખો અને દાળને અડધી પાકી જાય ત્યાં સુધી પકાવો.
  • પછી દાળને ઠંડી કરીને મિક્સરમાં નાખીને પીસી લો.
  • હવે એક બાઉલમાં પીસેલી દાળને કાઢી તેમાં બારીક સમારેલા શાકભાજી, મસાલા, બ્રેડ ક્રમ્બ્સ અને કોર્નફ્લોર ઉમેરી લો.
  • પછી આ તૈયાર મિશ્રણમાંથી નાના-નાના નગેટ્સ બનાવો અને એર ફ્રાયરને 180 ડિગ્રી પર પ્રી-હીટ કરો.
  • હવે તમામ નગેટ્સ તેમાં મૂકો અને તેના પર તેલ લગાવો અને 15 મિનિટ સુધી અથવા તે ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરો.
  • જો તમે ઇચ્છો તો, તમે તેને તેલમાં ક્રિસ્પી અને સોનેરી થાય ત્યાં સુધી તળી શકો છો.
  • તૈયાર છે મગની દાળના નગેટ્સ. તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

આ સમાચાર શેર કરો