મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Fashion Tips / સમર વેકેશન માટે બેસ્ટ છે 3 આઉટફિટ્સ, તેને આ રીતે કરો સ્ટાઇલ

ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત આવે ત્યારે મોટાભાગની મહિલાઓને એક જ ચિંતા હોય છે કે આ સિઝનમાં કેવા આઉટફિટ્સ પહેરવા. કા

Fashion Tips / સમર વેકેશન માટે બેસ્ટ છે 3 આઉટફિટ્સ, તેને આ રીતે કરો સ્ટાઇલ

ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત આવે ત્યારે મોટાભાગની મહિલાઓને એક જ ચિંતા હોય છે કે આ સિઝનમાં કેવા આઉટફિટ્સ પહેરવા. કારણ કે ઉનાળાની સિઝનમાં સ્ટાઇલ સાથે કમ્ફર્ટનું પણ ધ્યાન રાખવામાં આવે છે. દરેક વ્યક્તિ એવા કપડા પહેરવાનું પસંદ કરે છે કે જેમાં તે કમ્ફર્ટેબલ રહી શકે. આ લેખમાં અમે તમને કેટલાક એવા આઉટફિટ્સ બતાવીશું જે તમે સમર વેકેશનમાં પહેરી શકો છો. તમે આ આઉટફિટ્સમાં કમ્ફર્ટેબલ ફિલ કરશો, અને સાથે જ તમે સ્ટાઇલિશ પણ દેખાશો.

કો-ઓર્ડ સેટ

જો તમે પરિવાર સાથે બહાર જઈ રહ્યા છો, તો તમે કો-ઓર્ડ ડ્રેસ પસંદ કરી શકો છો. આ પ્રકારના ડ્રેસમાં તમે કમ્ફર્ટેબલ રહેશો અને સ્ટાઇલિશ પણ દેખાશો. આ પ્રકારના ડ્રેસના સાથે ફૂટવેરમાં ફ્લેટ સેન્ડલ કે ચપ્પલ પહેરી શકો છો. તમે આ પ્રકારના ડ્રેસને ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી ખરીદી શકો છો. તમને આ પ્રકારના ડ્રેસ 1000 રૂપિયા સુધીમાં મળી જશે.

મીડી ડ્રેસ

કોટન મિડી ડ્રેસ પણ ઉનાળાની ઋતુમાં પહેરવા માટે બેસ્ટ છે. આ પ્રકારનો મિડી ડ્રેસ ઘણા કલર ઓપ્શનમાં મળે છે. તમે આ પ્રકારના મિડી ડ્રેસ સાથે ફૂટવેરમાં શૂઝ અથવા ચપ્પલ પહેરી શકો છો. આ ડ્રેસ તમને માર્કેટમાં મળી જશે અને તમે આ પ્રકારના ડ્રેસ ઓનલાઈન પણ સસ્તા ભાવે ખરીદી શકો છો. આ પ્રકારના ડ્રેસ તમને 500થી 700 રૂપિયામાં મળશે.

ટી-શર્ટ અને શોર્ટ્સ

જો તમે તમારા મિત્રો સાથે જઈ રહ્યા હોવ તો તમે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરી શકો છો. તમે તેમાં સ્ટાઇલીશ દેખાશે અને સાથે કમ્ફર્ટેબલ ફ રહેશો. આ પ્રકારના આઉટફિટ સાથે, તમે સ્પોર્ટ્સ શૂઝ પહેરી શકો છો. તમને આ પ્રકારના આઉટફિટ્સ ઓનલાઈન અથવા ઓફલાઈન મળશે અને તમે તેને 700 રૂપિયા સુધીની કિંમતે ખરીદી શકો છો.

આ સમાચાર શેર કરો