મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipes / વરસાદની સિઝનમાં ચા-કોફીને બદલે ટ્રાય કરો આ ડ્રિંક્સ

કોઈપણ ઋતુમાં, લોકો શરીરને હાઇડ્રેટ રાખવા માટે શક્ય તેટલું પાણી પીવે છે, પરંતુ માત્ર પાણી શરીરને તમામ પોષક તત્

Recipes / વરસાદની સિઝનમાં ચા-કોફીને બદલે ટ્રાય કરો આ ડ્રિંક્સ

કોઈપણ ઋતુમાં, લોકો શરીરને હાઇડ્રેટ રાખવા માટે શક્ય તેટલું પાણી પીવે છે, પરંતુ માત્ર પાણી શરીરને તમામ પોષક તત્વો પ્રદાન નથી કરતું. તેના બદલે, દરેક બદલાતી ઋતુમાં કેટલાક હાઇડ્રેટિંગ ડ્રિંક્સને તમારા આહારનો ભાગ બનાવવો જરૂરી છે. તમે ચોમાસાની ઋતુમાં ઘણા ફળોનો આનંદ લઈ શકો છો.

ચોમાસામાં તમને લીચી, નાશપતી, જાંબુ અને કેળા જેવા અનેક ફળો મળે છે. આ ફળોમાંથી સલાડ કે સ્મૂધી બનાવી શકાય છે. પરંતુ આજે અમે તમને આવા જ કેટલાક ડ્રિંક્સની રેસીપી જણાવીશું જેની મદદથી તમે ચોમાસામાં તમારી જાતને ગરમ રાખી શકો છો.

હોટ ચોકલેટ

સામગ્રી

  • દૂધ - 2 કપ
  • કોકો પાવડર - 2 ચમચી
  • ખાંડ - 2-3 ચમચી
  • વેનીલા એસેન્સ - 1/4 ચમચી
  • ચોકલેટ ચિપ્સ - 1/4 કપ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં દૂધ ગરમ કરો.
  • હવે તેમાં કોકો પાવડર અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • ત્યારબાદ મિશ્રણને સતત હલાવતા રહીને ધીમી આંચ પર ગરમ કરો.
  • જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં ચોકલેટ ચિપ્સ અને વેનીલા એસેન્સ ઉમેરો.
  • જ્યાં સુધી ચોકલેટ સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી મિશ્રણને હલાવતા રહો.
  • કપમાં હોટ ચોકલેટ રેડો. હવે આ ચોકલેટને ગરમાગરમ સર્વ કરો.

હળદરવાળું દૂધ

સામગ્રી

  • દૂધ - 2 કપ
  • હળદર - અડધી ચમચી
  • કાળા મરી પાવડર - અડધી ચમચી
  • આદુ પાવડર - અડધી ચમચી
  • મધ અથવા ગોળ - 2-3 ચમચી
  • ઘી- અડધી ચમચી

બનાવવાની રીત

  • એક વાસણમાં દૂધ ગરમ કરો. તેમાં હળદર પાવડર, કાળા મરી પાવડર અને આદુ પાવડર ઉમેરો.
  • દૂધને સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર 5-7 મિનિટ સુધી ઉકાળો.
  • હવે તેના ગેસ પરથી ઉતારી તેમાં મધ અથવા ગોળ ઉમેરો.
  • ત્યારબાદ ઘી ઉમેરીને બરાબર મિક્સ કરો.
  • કપમાં હળદરવાળું દૂધ કાઢી ગરમાગરમ સર્વ કરો.

આદુ તુલસીનો ઉકાળો

સામગ્રી

  • પાણી - 2 કપ
  • આદુ - નાનો ટુકડો
  • તુલસીના પાન- 8-10
  • કાળા મરી પાવડર - 1/4 ચમચી
  • તજ પાવડર - અડધી ચમચી
  • મધ - અડધી ચમચી

બનાવવાની રીત

  • સૌથી પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરો.
  • હવે તેમાં આદુ, તુલસીના પાન, કાળા મરી પાવડર અને તજ પાવડર ઉમેરો.
  • મિશ્રણને 5-7 મિનિટ માટે ઉકાળો. બરાબર ઉકળે એટલે ગેસ પરથી ઉતારી લો.
  • તેને ગાળી લો અને પછી તેમાં મધ ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો.

બદામવાળું દૂધ

સામગ્રી

  • બદામ (પલાળેલી) - 1 કપ
  • દૂધ - 2 કપ
  • ખાંડ અથવા મધ - 2-3 ચમચી
  • એલચી પાવડર - 1/4 ચમચી
  • કેસર - 1 ચપટી

બનાવવાની રીત

  • સૌથી પહેલા પલાળેલી બદામને છોલીને મિક્સરમાં પીસી લો.
  • એક પેનમાં દૂધ ગરમ કરો.
  • પછી દૂધમાં બદામ, ખાંડ અથવા મધ, એલચી પાવડર અને કેસર ઉમેરો.
  • આ મિશ્રણને ધીમી આંચ પર 5-7 મિનિટ સુધી ઉકાળો.
  • કપમાં બદામવાળું દૂધ નાખી ગરમાગરમ સર્વ કરો.

આ સમાચાર શેર કરો