તહેવારો પર એકવાર જરૂર ટ્રાય કરો પનીર કલાકંદ, નોંધી લો આ સરળ રેસીપી
પનીર કલાકંદ એ સૌથી પ્રખ્યાત ભારતીય મીઠાઈઓમાંની એક છે. પ્રસંગ ગમે તે હોય, ઘણા લોકોના ઘરે આ સ્વાદિષ્ટ મીઠાઈ જરૂર બન

પનીર કલાકંદ એ સૌથી પ્રખ્યાત ભારતીય મીઠાઈઓમાંની એક છે. પ્રસંગ ગમે તે હોય, ઘણા લોકોના ઘરે આ સ્વાદિષ્ટ મીઠાઈ જરૂર બનાવવામાં આવે છે. કલાકંદ ખાસ કરીને તહેવારોમાં પસંદ કરવામાં આવે છે, તમે તેને બજારમાંથી લાવવાને બદલે ઘરે જ બનાવી શકો છો. આ માટે પનીર, એલચી પાવડર, મલાઈ, મિલ્ક પાવડર, બદામ અને પિસ્તાનો ઉપયોગ કરીને તેને બનાવી શકાય છે. જો કે, જો તમને ડ્રાય ફ્રૂટ્સ ન ગમતા હોય, તો તમે તેને ઉમેરવાનું ટાળી શકો છો, અથવા તમે ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને ઉમેરી શકો છો. તમે ઘરે સરળતાથી પનીર કલાકંદ બનાવી શકો છો. તેની ચાખીને દરેક વ્યક્તિ તમારા વખાણ કરશે. તો ચાલો તમને તેની રેસીપી જણાવી દઈએ.
સામગ્રી
- 500 ગ્રામ – પનીર (છીણેલું)
- 2 – કપ ખાંડ
- 3 કપ – મિલ્ક પાવડર
- 1 ચમચી – એલચી પાવડર
- 3 કપ – મલાઈ
- જરૂર મુજબ ઘી/તેલ
- જરૂર મુજબ ડ્રાય ફ્રૂટ્સ
બનાવવાની રીત
- સૌપ્રથમ એક કડાઈ લો, તેને મધ્યમ તાપ પર રાખો અને તેમાં છીણેલું પનીઝ, ખાંડ, મલાઈ, મિલ્ક પાવડર ઉમેરો.
- હવે તેણે સારી રીતે મિક્સ કરો અને 20 મિનિટ માટે રાંધો. મિશ્રણને સતત હલાવતા રહો.
- 20 મિનીટ બાદ મિશ્રણ ગેસ પરથી ઉતારીને તેમાં એલચી પાવડર ઉમેરો.
- એક મોટી પ્લેટ લો અને તેને ઘી/તેલ વડે ગ્રીસ કરો. મિશ્રણને પ્લેટ પર ફેલાવો.
- હવે ડ્રાય ફ્રૂટ્સને મિશ્રણ પર ફેલાવો.
- મિશ્રણને સેટ થવા માટે થોડીવાર ફ્રીજમાં રાખો.
- મિશ્રણ સેટ થઈ જાય એટલે તેના ટુકડા કરી લો.
- તૈયાર છે પનીર કલાકંદ.






