Travel Tips / ભાગદોડ ભર્યા જીવનમાંથી બ્રેક લેવા માંગો છો? તો આ જગ્યાઓએ ફરવા જવાનો પ્લાન બનાવો
શું તમે પણ તમારા જીવનના તણાવમાંથી છુટકારો મેળવવા માંગો છો? જો હા, તો તમારે થોડા સમય માટે બ્રેક લેવો જોઈએ

શું તમે પણ તમારા જીવનના તણાવમાંથી છુટકારો મેળવવા માંગો છો? જો હા, તો તમારે થોડા સમય માટે બ્રેક લેવો જોઈએ. ભાગદોડ ભર્યા જીવનમાંથી બ્રેક લઈને કોઈક સુંદર જગ્યા એક્સપ્લોર કરવાથી તમારો બધો તણાવ દૂર થઈ જશે અને તમે હળવાશ અનુભવશો. નિષ્ણાતોના મતે, મુસાફરી કરવાથી તમારું મન હળવાશ અનુભવે છે. પરંતુ આ માટે તમારે એવા સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરવું જ્યાં તમને શાંતિ મળે. ચાલો જાણીએ કેટલીક એવી જગ્યાઓ વિશે, જ્યાં જઈને તમે આરામની પળો મમાણી શકો છો.
આ પણ વાંચો: Cherry Blossoms જોવા માટે જાપાન કે કોરિયા જવાની જરૂર નથી, ભારતમાં આ સ્થળો જોઈ શકો છો તેનો સુંદર નજારો
લદ્દાખ
જો તમને પ્રકૃતિની આસપાસ રહેવું ગમે છે, તો તમે લદ્દાખ જેવી ખૂબ જ સુંદર જગ્યાની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. લદ્દાખનો સુંદર નજારો કોઈપણનું દિલ જીતી શકે છે. આ જગ્યા પર થોડા દિવસો વિતાવીને તમને ઘણી શાંતિ મળશે.
આંદામાન અને નિકોબાર
જો તમે ઈચ્છો તો આંદામાન અને નિકોબાર પણ જઈ શકો છો. આંદામાન અને નિકોબારમાં હરિયાળી, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને જોવા માટે ભારત અને વિદેશના ઘણા પ્રવાસીઓ ત્યાં પહોંચે છે.
ઋષિકેશ
જો તમે તમારા જીવનમાં ઘણો તણાવ અનુભવી રહ્યા છો તો તમે ઋષિકેશ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ જગ્યા પર તમે એક અલગ જ વાતાવરણનો અનુભવ કરશો. ઋષિકેશ એ ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં ગંગા નદીના કિનારે વસેલું શહેર છે.
ધર્મશાલા
જો તમે ઈચ્છો તો, તમે હિમાચલ પ્રદેશમાં સ્થિત ખૂબ જ સુંદર સ્થળ ધર્મશાલાની મુલાકાત લેવાનો પણ પ્લાન બનાવી શકો છો. ધર્મશાલા એ હરિયાળી અને પહાડોથી ઘેરાયેલું સ્થળ છે. આ જ કારણ છે કે લોકો આ સ્થાન પર આવીને ખૂબ જ શાંતિ મેળવે છે. દલાઈ લામાની વાર્તાઓ સાથે જોડાયેલી આ જગ્યા ભારતમાં બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર પણ છે.








