મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

કેદારનાથ જઈ રહ્યા છો? તો મંદિરની સાથે આ 5 સ્થળોની પણ લો મુલાકાત, યાદગાર બની જશે યાત્રા

ચારધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને કેદારનાથના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કેદ

કેદારનાથ જઈ રહ્યા છો? તો મંદિરની સાથે આ 5 સ્થળોની પણ લો મુલાકાત, યાદગાર બની જશે યાત્રા

ચારધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને કેદારનાથના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કેદારનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. હિમાલય પર્વતોની ગોદમાં સ્થિત કેદારનાથને ચારધામ યાત્રામાંથી એક છે. જો તમે પણ આ વખતે કેદારનાથ જઈ રહ્યા છો, તો મંદિર સિવાય તમે આ પાંચ સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો, તે તમારી યાત્રાને યાદગાર અને અદ્ભુત બનાવશે.

ભૈરવનાથ મંદિર

કેદારનાથની આસપાસ અનેક મહાન સ્થળો છે. આમાંથી એક ભગવાન શિવના ગણ ભૈરવનું મંદિર છે. જે કેદારનાથ મંદિર પાસે એક પહાડી પર સ્થિત છે. અહીંથી તમે આસપાસના હિમાલયના પર્વતો અને નીચે કેદાર ખીણનો સુંદર નજારો જોઈ શકો છો.

વાસુકી તાલ

કેદારનાથ મંદિરની નજીક સ્થિત વાસુકી તાલ એક સુંદર તળાવ છે. તે કેદારનાથથી 8 કિલોમીટરના અંતરે છે. વાસુકી તાલની આસપાસનું સ્થળ ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ રક્ષાબંધનના દિવસે આ તળાવમાં સ્નાન કર્યું હતું.

ગૌરીકુંડ

કેદારનાથ મંદિર પાસે ગૌરીકુંડ મંદાકિની નદીના કિનારે આવેલો છે. તે સોનપ્રયાગથી 6 કિલોમીટરના અંતરે છે અને દરિયાની સપાટીથી લગભગ 2 હજાર મીટરની ઉંચાઈ પર આવેલો છે. અહીંનો સુંદર નજારો લોકોના દિલ જીતી લે છે.

મુંડકટા ગણેશ મંદિર

કેદારનાથ આવતા પ્રવાસીઓ મુનકટિયા ગામના મુંડકટા ગણેશ મંદિરની મુલાકાત લઈ શકે છે. અહીં ભગવાન શિવે બાળ ગણેશનું માથું તેમના શરીરથી અલગ કર્યું હતું. તમને જણાવી દઈએ કે દુનિયાનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં માથા વગરના ભગવાન ગણેશ બિરાજમાન છે.

રેતસ કુંડ

રેતસ કુંડ કેદારનાથ મંદિરથી 500 મીટરના અંતરે છે, તે સરસ્વતી નદીના કિનારે આવેલો છે. અહીંની માન્યતા એવી છે કે જો તમે અહીં ઓમ નમઃ શિવાયનો જાપ કરો છો તો પાણીમાં પરપોટા થાય છે.

આ સમાચાર શેર કરો