મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Parenting Tips / શું તમારું બાળક જૂઠું બોલે છે? તેને આ રીતે સાચું બોલતા શીખવો

કોઈપણ માતા-પિતાને જ્યારે ખબર પડે કે તેમનું બાળક જૂઠું બોલે છે, તો તેઓ ખૂબ જ પરેશાન થાય છે. આવી સ્થિતિમાં, તેની આ

Parenting Tips / શું તમારું બાળક જૂઠું બોલે છે? તેને આ રીતે સાચું બોલતા શીખવો

કોઈપણ માતા-પિતાને જ્યારે ખબર પડે કે તેમનું બાળક જૂઠું બોલે છે, તો તેઓ ખૂબ જ પરેશાન થાય છે. આવી સ્થિતિમાં, તેની આ આદત છોડાવવા માટે શું કરશો? ઘણા માતા-પિતા બાળકની જૂઠું બોલવાની આદતને અવગણે છે. પરંતુ બાળક મોટાભાગે આ નાના જૂઠાણાંમાંથી મોટું જૂઠ બોલતા શીખે છે. તેથી, તમારે આ જૂઠાણું તેમની આદતનો ભાગ બને તે પહેલાં તેને બંધ કરવું પડશે.

ઘરમાં ખુલ્લું વાતાવરણ આપો

ઘણીવાર બાળક તેના માત-પિતા પાસેથી પ્રેમ મેળવવા માટે જૂઠું બોલે છે અને ક્યારેક કોઈ કામ ટાળવા માટે. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે તેના જૂઠાણાને પ્રોત્સાહિત ન કરો. તમારે બાળકને વિશ્વાસ અપાવવો જોઈએ કે તમે તેને હંમેશા પ્રેમ કરશો. તમારે તેની સાથે પણ વાતચીત કરવી જોઈએ અને તેની લાગણીઓ અને વિચારોને શેર કરવા માટે તેમને ઘરમાં ખુલ્લું વાતાવરણ આપવું જોઈએ.

ઠપકો ન આપો

ઘણી વખત બાળક ઠપકા અને મારથી બચવા માટે જૂઠું બોલે છે અને ધીમે ધીમે તે તેની આદત બની જાય છે. તમારે એ પણ સમજવું પડશે કે જો તમે હંમેશા ગુસ્સામાં રહેશો, તો તે ચોક્કસપણે ખોટું બોલતા શીખી જશે. તેથી, તમારે બાળક સાથે એવો વ્યવહાર રાખવો જોઈએ કે તેની ભૂલ થઈ હોય, તો પણ તે તમારી સાથે શેર કરવામાં ડરે નહીં. ઉપરાંત, જ્યારે તેઓ તમને તેમની પોતાની ભૂલો કહે છે, ત્યારે તેને ઠપકો આપવા કે સજા કરવાને બદલે તેને પ્રેમથી સમજાવો.

ગેરફાયદા જણાવો

જો બાળક કોઈ ભૂલ કરે છે, તો તેને કહો કે ડરશો નહીં અને ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરો. તમારે તેને ખોટું બોલવાના ગેરફાયદા જણાવવા જોઈએ. આ માટે તમે તેને પંચતંત્ર અથવા અન્ય વાર્તાઓ કહી શકો છો. જો બાળક સતત જૂઠું બોલે છે તો તમે પ્રેમથી સમજાવવાની સાથે થોડું કડક વલણ પણ અપનાવવું જોઈએ.

તમે સાચું બોલવાની ટેવ પાડો

ક્યારેક ઘરમાં કોઈ બિનઆમંત્રિત મહેમાન આવે તો માતા-પિતા તેમના બાળકને કહે છે, 'તેમને કહે કે પપ્પા કે મમ્મી ઘરે નથી.' આવી સ્થિતિમાં બાળકને એવું લાગે છે કે જ્યારે તેના માતા-પિતા આવું કરી શકે છે તો હું કેમ ન કરી શકું. તેથી, બાળકની સામે જૂઠું બોલશો નહીં અને તેને જૂઠું બોલવા માટે પ્રોત્સાહિત કરશો નહીં.

હંમેશા જૂઠું બોલનારનું લેબલ ન આપો 

બાળક પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા, કંઈક ટાળવા અથવા તેની વાત મનાવવા માટે જૂઠું બોલવાનું શરૂ કરે છે. આ સિવાય તે કાર્ટૂન અને ટીવી શોમાંથી પણ જૂઠું બોલતા શીખે છે. તેથી તે ટીવી કે મોબિલ પર જે જુએ છે તેના પર ધ્યાન આપો. તમારે તમારા બાળકની જૂઠું બોલવાની આદતને ક્યારેય અવગણવી જોઈએ નહીં. તમારે તેને જૂઠું બોલવાનું કારણ પ્રેમથી પૂછવું જોઈએ. આ ઉપરાંત, તે સૌથી મહત્ત્વપૂર્ણ છે કે તમે તેને ક્યારેય કોઈ લેબલ ન આપો, જેમ કે 'તમે હંમેશા જૂઠું બોલો છો' અથવા 'તમે જૂઠા છો.'

આ સમાચાર શેર કરો