મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ચશ્માને કારણે નાક પર નિશાન પડી જાય છે? તો આ રીતે મેળવો તેનાથી છુટકારો

ઘણા લોકોને નજીકનું કે દૂરનું જોવાની સમસ્યા હોય છે, તેથી તેમને ચશ્મા પહેરવા પડે છે, જ્યારે કેટલાક લોકો સ્ક્રીનનો ઉપયોગ

ચશ્માને કારણે નાક પર નિશાન પડી જાય છે? તો આ રીતે મેળવો તેનાથી છુટકારો

ઘણા લોકોને નજીકનું કે દૂરનું જોવાની સમસ્યા હોય છે, તેથી તેમને ચશ્મા પહેરવા પડે છે, જ્યારે કેટલાક લોકો સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે ચશ્મા પહેરે છે. પરંતુ તેને સતત પહેરી રાખવાથી લોકોના નાકની બંને બાજુ નિશાન પડવા લાગે છે. કેટલીકવાર આ નિશાન ઝડપથી દૂર નથી થતા. આવી સ્થિતિમાં જ્યારે ચશ્મા ઉતારવામાં આવે છે ત્યારે તે નિશાન ખરાબ લાગે છે. સતત ચશ્મા પહેરવાને કારણે અથવા સ્ટાઇલના કારણોસર, ઘણી વખત લોકો ખોટી ફ્રેમ પસંદ કરે છે. ચશ્માનું નોઝ સ્ટેન્ડ તમારા નાકની બંને બાજુ હોય છે, જેના કારણે નાક પર દબાણ આવે છે અને ત્યાંની ત્વચા પર નિશાન પડવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

એલોવેરા જેલ

નાક પરથી ચશ્માના નિશાનને દૂર કરવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. આ માટે એલોવેરા જેલ લો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવીને થોડી મિનિટો માટે હળવા હાથે મસાજ કરો. તે ચશ્માને કારણે નાક પર પડેલા નિશાનને હળવા કરવામાં મદદ કરી શકે છે.

કાકડી

ચશ્મા પહેરવાના કારણે નાક પર પડેલા નિશાનને દૂર કરવામાં કાકડી પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે કાકડીના નાના-નાના ટુકડા કરો અને સ્લાઈસને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો અને પછી લગભગ 10થી 15 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાયને થોડા દિવસો સુધી ફોલો કર્યા પછી તમને ફરક દેખાવા લાગશે.

લીંબુનો રસ

નાક પરથી ચશ્માના નિશાનને દૂર કરવામાં લીંબુનો રસ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે રૂની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લીંબુનો રસ લગાવી લો. તેને 10થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો.

બટાકાનો રસ

બટાકાનો રસ પણ ચશ્માના નિશાનનેને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે બટાકાને છીણીને તેનો રસ કાઢો અને પછી તેને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો. થોડીવાર પછી તેને પાણીથી ધોઈ લો. જો તમે દિવસમાં એકવાર તેનો ઉપયોગ કરો છો, તો થોડા દિવસોમાં તમને ફરક દેખાશે.

આ ઘરેલું ઉપાયો નાક પરના ચશ્માના નિશાન દૂર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ જો તમને આમાંથી કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો અને નિષ્ણાતની સલાહ લો.

આ સમાચાર શેર કરો