Holi 2025 / ઘરે કરવા માંગો છો હોળીની ગ્રાન્ડ પાર્ટી? તો આ રીતે કરો પ્લાનિંગ
રંગોનો તહેવાર હોળી, દેશના તમામ ભાગોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે, જે સામાન્ય રી

રંગોનો તહેવાર હોળી, દેશના તમામ ભાગોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે માર્ચ મહિનામાં આવે છે. હોળીના દિવસે, લોકો એકબીજા પર રંગો લગાવે છે, ગીત ગાય છે અને ડાન્સ કરે છે અને ખાવા-પીવાનો આનંદ માણે છે. લોકો એકબીજાના ઘરે જાય છે, તેમને હોળીની શુભેચ્છા પાઠવે છે અને તેમને રંગો લગાવે છે.
સોસાયટીના લોકો અથવા મિત્રો ભેગા થાય છે અને એક જગ્યાએ હોળી પાર્ટીનું આયોજન કરે છે. જો તમે આ વખતે ઘરે હોળીની ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવા માંગતા હોવ, તો તેને મનોરંજક અને ખાસ બનાવવા માટે યોગ્ય આયોજન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એક અદ્ભુત હોળી પાર્ટીનું આયોજન કરવા માટે તમે આ ટિપ્સની મદદ લઈ શકો છો.
સ્થાન પસંદ કરો
સૌ પ્રથમ, તમારી હોળી પાર્ટી ક્યાં યોજાશે તે નક્કી કરો. જો તમારી પાસે મોટું આંગણું, બગીચો કે બાલ્કની છે, તો આ જગ્યા શ્રેષ્ઠ રહશે, કારણ કે હોળી પર રંગોથી રમવાની મજા ફક્ત ખુલ્લી જગ્યામાં જ અનુભવી શકાય છે. જો ઘરમાં જગ્યા ઓછી હોય, તો તમે પાર્ક અથવા ક્લબ હાઉસ પણ પસંદ કરી શકો છો.
રંગો અને ગુલાલ
રંગો વિના હોળીનો તહેવાર અધૂરો છે. તમારે સારા અને કુદરતી રંગો શોધવા જોઈએ. કેમિકલવાળા રંગોનો ઉપયોગ ટાળો અને ગુલાલ અને સૂકા રંગોનો ઉપયોગ કરો. તમારે મિત્રો અને પરિવાર માટે અલગ અલગ રંગો લાવવા જોઈએ. તમે મહેમાનો માટે વિવિધ રંગોના પેકેટ પણ તૈયાર કરી શકો છો, જેથી દરેકને તેમના મનપસંદ રંગ સાથે રમવાની તક મળે.
સ્મૂધી અને ડ્રીંક
હોળીમાં તાજગી અને ઠંડક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમે સ્વાદિષ્ટ ઠંડાઈ, લીંબુ શરબત અથવા ફ્રૂટ પંચ બનાવી શકો છો. જો તમે કંઈક ખાસ કરવા માંગતા હોવ, તો તમે જ્યુસ બાર અથવા સ્મૂધી કાઉન્ટર પણ બનાવી શકો છો.
નાસ્તો અને ભોજન
કોઈપણ પાર્ટી ભોજન વિના અધૂરી માનવામાં આવે છે. હોળીના પવિત્ર તહેવાર પર, તમે દહીં વડા, ગુજિયા, પાણીપુરી, ભજીયા,સમોસા અને ચાટ બનાવી શકો છો. તમે એક કે બે દિવસ પહેલા બહારથી મીઠાઈઓ અને બીજી ઘણી વસ્તુઓ પણ મંગાવી શકો છો. આ ઉપરાંત, બિસ્કિટ, ચિપ્સ અને પોપકોર્ન જેવા કેટલાક હળવા નાસ્તા પણ રાખો.
રમતગમત અને મનોરંજન
હોળી ફક્ત રંગોનો તહેવાર નથી પણ રમતોનો પણ તહેવાર છે. તમે હોળી પર ખાસ રમતોનું આયોજન કરી શકો છો જેમ કે પાણીમાં રેસ, દોરડા કૂદ, ડાન્સ કરવો, અંતાક્ષરી અને હોળીની ક્વિઝ રમવી.
મ્યુઝિક અને ડાન્સ
હોળી પાર્ટીમાં મ્યુઝિકની અલગ મજા હોય છે. તમે બોલીવૂડ હોળી સોંગ, પરંપરાગત હોળી મ્યુઝિક અને પોપ મ્યુઝિકનું મિશ્રણ કરીને સારી પ્લેલિસ્ટ પસંદ કરી શકો છો.








